તાજેતરમાં અમેરિકાના લ્યૂઈસ્ટનમાં કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગથી 22 લોકોનાં મોત નિપજ્યા થઈ છે. આ સાથે જ અનેક લોકો ઘાયલ પણ થઈ ગયા છે. અમેરિકામાં આ ગન કલ્ચર નવું નથી. અહીં કોઈ પણ શોપિંગ મોલમાં કપડા ખરીદવા જેવું જ બંદૂક ખરીદવું છે. તમે જાણીને ચોંકી જશો કે, અમેરિકામાં જેટલા લોકો રહે છે તેના કરતા વધુ ત્યાં હથિયારો છે. એટલે કે એક જ પરિવારના ઘણા લોકો પાસે હથિયારોનો જથ્થો છે. ત્યાં લોકો ખતરનાક હથિયારો રાખવાના શોખીન છે. જેમાં એસોલ્ટ રાઈફલ પણ સામેલ છે. અમેરિકાની વસ્તી લગભગ 33 કરોડ છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, સમગ્ર અમેરિકામાં લોકો પાસે 39 કરોડથી વધુ બંદૂકો છે. આ આંકડા 2018ના છે. ત્યારબાદ પણ બંદૂકોની સંખ્યામાં સતત વધારો થયો છે. ત્યાં પ્રતિ 100 લોકો પર સરેરાશ 120.5 બંદૂકો છે. વિશ્વમાં સૌથી વધુ બંદૂકો અમેરિકનો પાસે જ છે. તેનું કારણ એ છે કે અમેરિકાનું બંધારણ લોકોને બંદૂક રાખવાનો અધિકાર આપે છે. એટલે કે ત્યાં કોઈ પણ સેલ્ફ ડિફેન્સ માટે પોતાની પાસે હથિયાર રાખી શકે છે. તેના કારણે ત્યાં તમે કોઈ પણ દુકાનમાંથી બંદૂક ખરીદી શકો છો. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં લગભગ 14 લાખથી વધુ લોકો બંદૂકોથી માર્યા ગયા છે. તેમાં માસ શૂટિંગથી લઈને તમામ પ્રકારની ઘટનાઓ સામેલ છે. હત્યાઓનો આ સિલસિલો સતત ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application