Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગત ૧ લી માર્ચે સ્ટેચ્યુ જોઈ પરત ફરતા ગુમ થયેલાં પરિવારની કાર મૃતદેહો સાથે કેનાલ માથી મળી આવી

  • March 05, 2020 

ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા વડોદરાના પરિવારનો મૃતદેહ પાંચ દિવસ બાદ ડભોઇ નજીક નર્મદાની નહેરમાંથી મળી આવ્યો છે. 1 માર્ચે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નીહાળ્યા બાદ આ પરિવાર ગુમ થયો હતો જે બાદ તેમની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી હતી. પાંચ વ્યક્તિના મૃતદેહ ડભોઇ પાસેની નર્મદાની કેનાલમાંથી મળી આવ્યા છે. પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના નવાપુરાનો પરિવાર 1 માર્ચે રવિવારના દિવસે કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યુ હતું. બાદ આખો પરિવાર ગુમ થઇ જતા તેમના પરિવારજનોએ કેવડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. વડોદરાથી કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની GJ-06-KP-7204 માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.બાદ તેઓ સાંજે વડોદરા જવા પરત નીકળ્યા હતા.ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ આદરવા કેવડિયા આવી પહોંચ્યા હતા.અને એમના ગુમ થયાની જાણવા જોગ કેવડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.કેવડિયા પોલીસે સવારથી સાંજ સુધીમાં CCTV ફૂટેજ ચેક કરતા તેઓ સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એન્ટર થતા અને મોડી સાંજે ત્યાંથી પરત જતા નજરે પડી હતી.બીજે દિવસે સવારે સીસીટીવી ફુટેજ ચેક કરતા એ કાર ગરુડેશ્વર તાલુકાના ભાદરવા ગામ પાસેની ક્રિષ્ના હોટેલમાં દેખાઈ હતી.દરમિયાન ત્યાંથી આગળ વધતા વધતા પોલીસ ટીમે ડભોઈથી વડોદરા જતા રસ્તામાં આવતા તમામ પેટ્રોલ પંપ, હોટેલો, દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એ પરિવાર ડભોઈ વેગાની જયવીર હોટેલમાં જમવા ઉભા રહ્યા હોવાનું જણાઈ રહ્યું હતું.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ પરિવારનું છેલ્લું લોકેશન ડભોઈ તળાવ પાસેનું બતાવતું હતું. High light-ડભોઇ ચાણોદ રોડ પર તેનતલાવ અને શંકરપુરા ગામની વચ્ચેની નર્મદા કેનાલમાં ૩૫ ફૂટ ઊંડા પાણીમાં તેમની કાર ખાબકી હોય પહેલા કાર મળી બાદમાં મૃતદેહ બહાર કઢાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application