તાપીમિત્ર ન્યુઝ,સુરત:કતારગામ વિસ્તારમાં રહેતી અને ઘો-૧૦માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થીની સ્કુલેથી છુટ્ટીને ઘરે આવતા રસ્તામાં જયેશ ખોખરીયા સહિત ૩ નરાધમોએ કારમાં અપહરણ કરી ખેતરમાં બનાવેલા રૂમમાં ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપમાં મુખ્ય આરોપી જયેશ ઉર્ફે લાલો જાધવ ખોખરીયા સહિત છની પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. કતારગામની સગીર વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાયરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો. જયારે ૩ દિવસ પહેલા જયેશ ખોખરીયા તેના એક મિત્ર સાથે વિદ્યાર્થિનીનો હાથ પકડી જબરજસ્તી બાઈક પર બેસાડી અપહરણ કરવાની કોશિષ કરતા બૂમાબૂમ કરતા બન્ને રસ્તામાં છોડી ભાગી ગયા હતા. ગેંગરેપના ગુનામાં જયેશ ખોખરીયાને પોલીસ પકડી લાવતા વિદ્યાર્થિની પરિવારજનો તેમજ સમાજના લોકો મોડી સાંજે પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે પરિવાર અને સમાજના લોકોને કાર્યવાહી કરવાની હૈયાધરપત આપતા ત્યાંથી ગયા હતા. વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી ઉપરથી તેને બ્લેકમેલીંગ કરી તેનું અપહરણ કર્યુ હતું. આથી વિદ્યાર્થિની પિતા અને ભાઈ જયેશ ખોખરીયાને મળવા માટે હાથી મંદિર પાસે ૩ દિવસ પહેલા મોડીરાતે ગયા હતા. જયા જયેશ ખોખરીયા, તેનો ભાઈ રાકેશ અને કાકાએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યા હતો. આ કેસમાં કતારગામ પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પણ સોમવારે મોડીસાંજે જયેશ ખોખરીયાના ભાઈ રાકેશ ખોખરીયા અને તેના કાકા જીતુ ખોખરીયાની ધરપકડ કરી છે. કતારગામ આંબાતલાડીની હરીધામ સોસાયટીમાં રહેતો જયેશ ખોખરીયા એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરે છે. જયેશ ખોખરીયાની સાથે અન્ય બે મિત્રો સામેલ હતા. સાથે જ મદદગારી કરનારા પણ અન્ય ત્રણ હતાં. એમ પોલીસે તમામ છ આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં રિમાન્ડ મેળવીને તપાસ કરી રહી છે. જેમાં તેના બે મિત્રોના નામ, ઉપરાંત કાર કોની હતી. તેમજ વિદ્યાર્થિનીને કોના ખેતરમાં લઈ જઈ રેપ કર્યો આ તમામ પાસાઓને પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસ કરશે. ૨૧ વર્ષીય જયેશ ખોખરીયાના ૧૫ દિવસ પહેલા લગ્ન થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application