ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા ની બાવાગોર ટેકરી વિસ્તાર મા રહેતા ફીરોજ નામ ના યુવકે તા.25/02/2020 ની રાતે આર્થિક સંકડામણ અને વ્યાજે લીધેલાં પૈસા નો હાથી ના પગ જેવો તોતીંગ વ્યાજ નહીં ભરી શકતા ઝેરી દવા પી લઈ ને જીવન નો અંત આણવાની કોશિષ કરી હતી. મંગળવાર ના રાત્રે ઘર માથી નિકળી ફીરોજે જતાં જતાં પોતે આત્મહત્યા કરી લેશે તેવુ આવેશ ઉચ્ચારણ કરેલુ,અને ક્યાંક જતા રહેલ અને સુનકાર વિસ્તાર મા જઈ ને ઝેરી દવા ગટગટાવી લીધેલ એ દરમિયાન તપાસ કરતા પોતે દવા પીધી હોવાનું કબુલ્યું હતું,જેથી પરિવારજનો એ તાબડતોડ સ્થળ ઉપર પહોંચી પરિવારજનોએ યુવાન ને તાત્કાલીક રાજપીપળા ની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ દોડી ગયાં હતા,ફરજ ઉપર ના તબીબો એ જરૂરી સારવાર કરી હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય ક્યાંક લઈ જવા જણાવતા પરિવારજનો વધુ સારવાર અર્થે સેગવા ની ખાનગી હોસ્પીટલ મા લઈ ગયાં હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ડભોઈ ની એક ખાનગી હોસ્પિટલ મા દાખલ કરાતા સારવાર દરમિયાન મોત થતાં પરિવાર જનોને માથે જાણે આભ તૂટી પડ્યું હતું, અને પત્ની અને બાળકો નોંધારા બન્યા હતા. આમ વ્યાજખોરો ની ગરજવાન ને નિચોવી લેવાની ગુનાહીત માનસિકતા એ એક હસતાં-રમતા પરિવાર નો માળો વિખેરી નાંખવા જેવુ અક્ષમ્ય ગુનો કરી નાંખ્યો છે.વગર મહેનતે અને ટુંક સમયમાં જ માલદાર બની જવાની લાલસા મા ભારે વ્યાજ ખોરી કરી છ મહીના માંજ પૈસા ડબલ કરવા માટે અઠવાડિયા ની મુદ્ત મા પ્રતિ દિન ના વ્યાજ વસુલાતા આધુનિક શાહુકારો જુના સમય ના શાહુકારો ને પણ શરમાવે તેવા,પોલીસ અને સુરક્ષા સેતુ એવી વ્યવસ્થા ઉભી કરે જેથી વ્યાજખોરો નો ત્રાસ વેઠી રહેલા અને અસહ્ય વ્યાજ ની નાગચૂડમાં ફસાઈ ને બરબાદ થતા પરિવારો ને બચાવી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application