ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા નગરપાલીકા માં કામ કરતા રોજિંદા કર્મચારીઓ ને આમ પણ પાલીકા ની આર્થિક સ્થિતિ નબળી હોવાથી બે ત્રણ મહિને પગાર મળે છે જેમાં હવે બેંક જાણે વિલન ની ભૂમિકા બજવતી હોય એમ ઝડપી પગાર જમા થતો નથી ઉપર થી બેંક માં સરખા જવાબો પણ મળતા ન હોય કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજપીપળા નગર પાલિકાના રોજિંદા કર્મચારીઓ પૈકી કેટલાકના દેના બેંક માં ખાતા હોય જ્યાં પાલીકા માંથી ચેક મોકલ્યા બાદ પણ પાંચ દિવસ થવા છતાં કર્મરીઓના ખાતા માં પગારની રકમ જમા ન થતા આ બાબતે તપાસ કરતા બેન્કમાં હાજર જવાબદાર અધિકારી એ જણાવ્યું કે,ચેક બરોડા ક્લિયરિંગ માં જાય ત્યાંથી પેમેન્ટ જમા થયા બાદ કર્મચારીઓ ના ખાતા માં જમા થશે. એક તરફ પીએમ મોદી ઝડપી અને ઓનલાઇનની વાતો કરે છે ત્યારે દેના બેંક રાજપીપળા શાખા ચેક બરોડા ક્લિયરિંગમાં જાય તેવી વાત કરતા આ બેંકની કામગીરી ગળે ઉતરે તેમ નથી કેમકે,ઓનલાઇન પેમેન્ટ ઇસ્યુ કરતા પાંચ પાંચ દિવસ નીકળી ગયા બાદ પણ હજુ જમા નથી થયા જેવા જવાબો મળે ત્યારે આ બાબતે આ બેન્કની કામગીરી ઢીલી હોય તેમ લાગી રહ્યું છે. જોકે ક્યારેક સર્વર બંધ છે કે ક્લિયરિંગ નથી થયું જેવા ગોળ ગોળ જવાબ આપતા બેંક અધિકારીઓ આ ઓનલાઇનના ઝડપી યુગ માં ઝડપી કામગીરી માટે આદત પાડવી પડશે નહી તો ગ્રાહકો ત્યાંથી અન્ય બેન્કોમાં ખાતા ખોલાવશે એ વાત પણ નકારી શકાય તેમ નથી. હાલ પાંચ દિવસ થવા છતાં પાલિકાના દેના બેંક ના કર્મચારીઓ ના પગાર જમા નથી થયા ત્યારે હવે શનિ રવિવાર હોવાથી જો શુક્રવારે સાંજ સુધી જમા નહિ થાય તો ગરીબ કર્મચારીઓ ને સોમવારે પગાર મળશે એમ લાગી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application