તાપીમિત્ર ન્યુઝ,સુરત:ગોપીપુરા જૈન પેઢીની ગલીમાંથી પસાર થતી એક પરિણીતાની ચેઇન તોડી ભાગવા જતાં એક યુવકને લોકોએ ઝડપી પાડી મેથીપાક ચખાડી પાંજરે પુર્યો છે. હાલ ગોપીપુરા સુનેહ વાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા શીશીરભાઇ નવીન ચક્રવર્તી સોના ચાંદીના દાગીના બનાવવાના ધંધા સાથે સંકળાયેલા છે. તા.૨૭મી ફેબ્રુઆરીના રોજ સવારના સમયે તેમની પત્ની મિઠુબેન ગોપીપુરા જૈન પેઢીની ગલી પાસેથી શાકભાજી ખરીદી કરવા માટે જઇ રહી હતી. ત્યારે અચાનક એક યુવક પાછળથી ધસી આવી મિઠુબેનના ગળામાં ઝાપટ મારી રૂ.૨૫ હજારની સોનાની ચેઇન આંચકી લીધી હતી. ત્યારબાદ ભાગવા જતાં મિઠુબેને બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવી ભાગતા યુવકને ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ અઠવા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ચેઇન લુંટનાર યુવકને પકડી તેની પુછપરછ કરતાં ભાગળ મસ્કતી હોસ્પિટલની ગલીમાં ગાયત્રી કૃપા એપાર્ટમેન્ટમાં રહેતો ૫૪ વર્ષીય વિજય કાશીરામ કુચીવાલા હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે મિઠુબેનની ફરીયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application