તાપીમિત્ર ન્યુઝ,સુરત:કતારગામ હાથી મંદીર પાસે યુવતીની છેડતી બાબતે તેનો ભાઇ અને પિતા કહેવા જતાં ઉલ્ટાનું છેડતી કરનાર યુવકે તેના ભાઇ સાથે મળી યુવતીના પિતા અને ભાઇ પર ચાકુ વડે હુમલો કરી ઇજા પહોચાડી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોટાદ જીલ્લાના તાજપર ગામના વતની અને હાલ કતારગામ આંબાતલાવડી સ્થિત રવિપાર્ક સોસાયટીમાં રહેતા દિપકભાઇ હિમ્મતભાઇ ધોળકીયા રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દિપકભાઇની ૧૬ વર્ષની બહેનની કતારગામ હરીધામ સોસાયટીમા રહેતી જય ખોખરીયાએ છેડતી કરી હતી. તેને સમજાવવા માટે દિપકભાઇ અને તેમના પિતા હિમ્મતભાઇ સમજાવવા ગયા હતા. જયારે જય ખોખરીયાએ તેમને કતારગામ હાથી મંદીર પાસે બોલાવ્યા હતા. ત્યાં જય ખોખરીયા,તેનો ભાઇ જીતુ ખોખરીયા સહિત અન્ય પાંચ જણા ત્યાં હાજર હતા. આ તમામે એકબીજાની મદદગારીથી સમજાવવા માટે આવેલા પિતા-પુત્રને મારમારી ચાકુ વડે હુમલો કરી શરીર પર ઇજા પહોચાડી ભાગી છુટ્યા હતા. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે કતારગામ પોલીસને જાણ થતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે દિપકભાઇની ફરીયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application