વલસાડ જિલ્લાનાં ભાગડાવડા ગામમાં રહેતી સીતાબેન રાઠોડ (નામ બદલ્યું છે) ગત તારીખ ૧૯/૦૭/૨૦૧૯ના રોજ સવારે ૧૧ વાગ્યે વાસણ-પાણી કરવા એક સોસાયટીમાં ગઇ તે સમયે તેમણે ભાગડાવડા ગ્રીનપાર્ક નજીક, વલસાડ પાલિકાની હદમાં આવેલા ડેરા ફળિયામાં રહેતો નરાધમ હાર્દિક ઝીણા નાયકા (ઉ.વ.૨૪) તેની સાઈકલ પર સીતાબેનની માસૂમ પુત્રી મીના (નામ બદલ્યું છે) (ઉ.વ.૧૧)ને સ્કૂલ યુનિફોર્મમાં જ બેસાડીને લઈ જતા જોયો હતો.
આરોપી હાર્દિકને મહિલા જાણતી હતી. પુત્રીને તેની સાથે જતા જોઈને શંકાને આધારે સીતાબેને પીછો કરી વાડીમાં પહોંચીને જોતા હવસખોર હાર્દિક તેમની પુત્રી મીના સાથે દુષ્કર્મ કરતા રંગેહાથ ઝડપાયો હતો. સીતાબેને બૂમાબૂમ કરતા આરોપી હાર્દિક ભાગી છૂટટ્યો હતો. સીતાબેનની પૂછપરછમાં માસૂમ મીનાએ જણાવ્યું કે, આરોપી હાર્દિકે અગાઉ પણ એક વખત તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી આ જ વાડીમાં લઈ જઈને દુષ્કર્મ કર્યુ હતું. જેથી હાર્દિકે જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી સાઈકલ પર બેસાડીને વાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હોવાનું બાળકીએ જણાવ્યું હતું. કેસ અત્રેની વલસાડના એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ જજની કોર્ટમાં ચાલી જતા જજે આરોપી હાર્દિક નાયકાને તકસીરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા બીજા ગુનામાં ૨ વર્ષની સાદી કેદ તથા પોક્સો એક્ટની કલમ-૪ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application