Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લખનૌની ફાઈવ સ્ટાર હોટેલ Levana Suiteમાં આગ લાગતાં 2નાં મોત

  • September 05, 2022 

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌની ફાઈવ સ્ટાર હોટેલ Levana Suiteમાં આગ લાગી છે. આગમાં કેટલાય લોકો દાઝી ગયા છે અને 1 પુરુષ તથા 1 મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી છે. આગથી દાઝી ગયેલા 7 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હોટેલ હઝરતગંજ વિસ્તારમાં છે. અનેક લોકો હજુ પણ હોટેલમાં ફસાયેલા છે. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ લોકોને હોટેલની બહાર કાઢી રહી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.




જયારે હોટેલ રૂમની બારીઓનાં કાચને તોડીને લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શોર્ટ સર્કિટનાં કારણે આ આગ લાગી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જે ફ્લોર પર આગ લાગી ત્યાં 30 રૂમ છે તેમાંથી 18 રૂમ બુક હતા. દુર્ઘટના સમયે ત્યાં 40-50 લોકો હાજર હશે.



હોટેલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે. રૂમ નંબર 214માં એક પરિવાર ફસાયેલો છે. એક રૂમમાં બે લોકો બેભાન થઈ ગયા છે. હોટેલમાંથી બહાર કાઢવામાં આવી રહેલા બધા લોકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. સવારે લગભગ 6:00 વાગ્યે હોટેલમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. જ્યારે એલાર્મ વાગ્યું ત્યારે લોકોને તેની જાણ થઈ હતી.




આગ હોટેલના ત્રીજા માળે લાગી હતી અને તે જોતજોતામાં આખી હોટેલમાં ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની લગભગ 20 ગાડીઓ પહોંચી છે. ફાયર બ્રિગેડના જવાનો બારીમાંથી હોટેલમાં ઘૂસીને લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો આગ પર પણ કાબુ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.




અત્યાર સુધીમાં 7 લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. હોટેલમાં ધુમાડાના ગોટેગોટા વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ પોતાનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. ધુમાડાના કારણે ફાયર બ્રિગેડના લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોટેલ Levana Suiteમાં આગ લાગવાની સૂચના મળતા લખનૌના DM સહિત તંત્ર અને પોલીસના તમામ મોટા ઓફિસરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે હોટેલમાં દરેક ફ્લોર પર 30 રૂમ છે.




જોકે ઘણા લોકોને હોટેલમાંથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે પરંતુ હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. ફાયર બ્રિગેડે હોટેલમાં ફસાયેલા કેટલાક લોકોને દોરડા વડે બંધીને સીડીના સહારે હોટેલની બીજી અને ત્રીજી માળથી બહાર કાઢવામાં આવ્યા છે. આ કામમાં ફાયર બ્રિગેડને ખૂબ જ જહેમત ઉઠાવવી પડી છે. સવારે ધુમાડો જોઈ હોટેલની અંદર હાજર લોકો બહાર ભાગી ગયા હતા. કેટલાક કર્મચારી પણ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application