હરિયાણાના સોનીપત જિલ્લામાં ફરી રફ્તારનો કહેર જોવા મળ્યો હતો. જેમાં સોનીપત માંથી પસાર થતા ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર જખોલી ટોલ પાસે એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. ત્યાં ઉત્તરપ્રદેશથી હરિયાણા મજૂરોને લઈને આવી રહેલી એક ઈકો વાન ટ્રક સાથે અથડાઈ હતી. આ દુ:ખદ અકસ્માતમાં બે મજૂરોનાં ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને 7 મજૂરો ઘાયલ થયા છે.
જયારે મૃતક મજૂરોની ઓળખ રાઘવેન્દ્ર અને છેદાલાલ પીલીભીત ઉત્તર પ્રદેશના રૂપમાં થઈ છે. બધા મજૂરો ડાંગર રોપવાનું કામ કરવા ગોહાના આવી રહ્યા હતા. ઘટનાની જાણ થતા જ સોનીપત કુંડલી પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે સામાન્ય હોસ્પિટલમાં મોકલી દીધા છે. ઘાયલોને સોનીપતથી રોહતક અને ખાનપુર પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા હતા. હાલ સોનીપત કુંડલી પોલીસ સ્ટેશનની પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application