તાપીમિત્ર ન્યુઝ,સુરત:નાનપુરા વિસ્તારમાં આવેલા બડેખાં ચકલામાં ૧ વર્ષ અને ૧૦ દિવસ અગાઉ લગ્ન કરનારી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પતિ ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો. બાદમાં પરિણીતાને મૃત જાહેર કરાતાં પિયર પક્ષના લોકોએ મોત અંગે આશંકા દર્શાવતાં સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. પિયરપક્ષે સાસરિયા પર આક્ષેપ કર્યા હતા કે તેમને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. નાનપુરા બડેખા ચકલા હિજડાવાડ ખાતે રહેતી ૨૫ વર્ષીય જ્યોતિબેન અશોકભાઈ બારીયા પાલિકાની સફાઈ કર્મચારી તરીકે ૨૨ દિવસ પહેલા જ નોકરી પર જોડાઈ હતી. લગ્નને હજુ સવા વર્ષ પણ નહોતું થયું તે અગાઉ જ જ્યોતિએ આપઘાત કરી લેતા પિયરપક્ષે આશંકા વ્યક્ત કરી હતી. જ્યોતિએ ગુરૂવારે સાંજે નોકરી પરથી આવ્યા બાદ રૂમ બંધ કરી સુઈ ગઈ હતી અને બાદમાં લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. રાત્રે ૯:૩૦ વાગે સાસરિયાઓ જ્યોતિની મોટી બહેન સુમિત્રાના ઘરે જઈ જ્યોતિની ફરિયાદ કરતાં હતાં તેમ કહિ મૃતકની બીજી મોટી બહેન નીતાએ કહ્યું હતું કે,તારી બહેન હેરાન કરે છે રૂમ બંધ કરીને બેસી રહે છે ચાલો હમણાં પણ રૂમ બંધ કરીને જ સુઈ ગઈ છે એમ કહ્યું હતું. નીતાએ આરોપ લગાવતાં ઉમેર્યું હતું કે,મારી બહેનને માનસિક અને શારીરિક ત્રાસ અપાતો હતો. ૧ વર્ષ અને ૧૦ દિવસના લગ્નગાળા દરમિયાન બે દિવસ પહેલા જ માર મરાયો હતો. લગ્ન બાદ પિયરેથી દાગીના લઈ આવ, ૫૦ હજારની ફિક્સ ડિપોઝીટ કેમ કરી. મને કેમ નહિ આપ્યા એવું કહેવાતું હતું. જ્યોતિનો પતિ અશોક કોમ્પ્યુટર ઓપરેટર છે અને સ્પેર પાર્ટની દુકાનમાં નોકરી કરે છે. અશોક કહે છે કે, હું ઘરે આવ્યો ત્યારે રૂમ બંધ કરી સૂઈ ગયેલી પત્ની જ્યોતિ દરવાજો નહિ ખોલતા મેં પાડોશીના ઘરની ગેલેરીમાંથી મારા ઘરની ગેલેરીમાં ગયો અને ગેલેરીની બારીનો કાચ તોડી જોયું તો જ્યોતિ લટકતી હતી. જેથી તાત્કાલિક બારીમાંથી ગેલેરીનો દરવાજો ખોલી જ્યોતિને નીચે ઉતારી મહાવીર હોસ્પિટલ લઈ આવ્યા હતાં જ્યાં જ્યોતિને મૃત જાહેર કરાઈ હતી. જ્યોતિના પિતા નારાયણભાઈ ગોહિલ પાલિકાના નિવૃત કર્મચારી છે. બે મહિના પહેલા જ પાણી ખાતામાંથી નારાયણભાઈ નિવૃત થયા હતાં. બાદમાં ૫૦ હજાર દીકરી જ્યોતિને ફિક્સ ડિપોઝીટ કરી આપ્યા હતા..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application