Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાળકીનો મૃતદેહ શોધવા મેજીસ્ટ્રેટની હાજરીમાં સ્મશાનમાં ત્રણ કબર ખોદાઈ

  • February 29, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:ડિંડોલી વિસ્તારમાં આવેલા બાળકોના સ્મશાનમાંથી બે માસની મૃત બાળકીનો મૃતદેહ ચોરાયો હોવાની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. બે માસ અગાઉ જ્યાં બાળકીનો મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો ત્યાં મેજીસ્ટ્રેટ અને પોલીસની હાજરીમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. જો કે, બાળકીનો મૃતદેહ જ્યાં દફનાવાયો હતો ત્યાંથી અન્યનો મૃતદેહ મળી આવતાં ત્રણ કબર ખોદવામાં આવી હતી તેમ છતાં મૃતદેહ મળ્યો ન હોતો. ડિંડોલીમાં બે મહિનાની બાળકીનું મોત થયું હતું. જે બાદ પરિવાર બાળકીને સ્મશાનમાં દફન કરવા ગયું હતું. પરિવાર હિન્દૂ વિધિ પ્રમાણે કબર પર વિધિ કરવા ગયું હતું. સફેદ કલરના કપડામાં વિટાળી દફન કરાયેલી બાળકીનું સફેદ કપડું કબર બહાર જોઈ પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું. બાદમાં કોર્ટની પરવાનગી બાદ જજ સાહેબ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ગુરૂવારની બપોરે એક નહિ પણ ત્રણ કબર ખોદી નાખી હતી. તેમ છતાં પણ મૃત બાળકીનો મૃતદેહ મળ્યો નહોતો. જે કબરમાં બાળકીની દફન વિધિ કરાઈ હતી એ કબરમાં બીજાનો મૃતદેહ મળીએ આવ્યો હતો. હાલ ડિંડોલી અને લિંબાયત પોલીસ તપાસ કરે છે. મેજિસ્ટ્રેટ પણ ઘટના સ્થળે આવ્યાં હતાં. બાળકીનો મૃતદેહ કબરમાંથી ગુમ થયો હોવાની પીડિત પરિવારે ડીંડોલી પોલીસમાં અરજી પણ કરી છે. ગુલશન સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયું હતું. ડિંડોલી રાવ નગરમાં કબરમાંથી ખોદીને બાળકોના મૃતદેહ લઈ જવાતા હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application