તાપીમિત્ર ન્યુઝ,સુરત:ચોર્યાસી તાલુકના દેલાડવા ગામે આવેલી રેવેન્યુ સર્વે નં-૨૭૬, બ્લોક નં- ૩૫૬ વાળી જમીન કોંગ્રેસ અગ્રણી સુનીલ પટેલને વેચાણ કર્યા બાદ તેની પાસેથી નાણા પડાવી લઈ વેચાણ દસ્તાવેજ બનાવી નહી આપી જમીન માલીકે બારોબાર જમીન થર્ડ પાર્ટીને વેચાણ કરી દસ્તાવેજ બનાવી આપ્યા હતા તથા નવી શરત માંથી જુની શરતમાં હેતુફેર કરવા માટે જિલ્લા કલેકટર કચેરીમાં ખોટી એફીડેવીટો રજુ કરી છેતરપિંડી કરતા પોલીસે મુળ જમીન માલીકના પરિવાર અને જમીન ખરીદના પરિવાર સહિત સાત સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અઠવાલાઈન્સ સર્જન સોસાયટીની પાછળ સંતકેવલ સોસાયટીમાં રહેતા કોંગ્રેસ અગ્રણી અને માજી કોર્પોરેટર સુનીલ નટવરલાલ પટેલે દેલાવડા ગામ ખાતે રહેતા બચુ મણીભાઈ પટેલ,કુસુમબેન બચુભાઈ,કાર્તિક ઉર્ફે કાનો બચુ પટેલ,પિંકીબેન ઉર્ફે મુન્ની બચુ પટેલ અને અડાજણ રોડ અખંડ આનંદ સોસાયટીમાં રહેતા મનજી પોપટ પટેલ,કરણ મનજી પટેલ અને વિમળાબેન મલજી પટેલ સામે ફરિયાદ નોધાવી હતી.જેમાં જણાવ્યું હતું કે,દેલાવડા ગામની રેવન્યુ સર્વે નં-૨૭૬,બ્લોક નં-૩૫૬ વાળી જમીન મૂળ માલિકો પાસેથી સન ૨૦૦૧માં વેચાણ કરી તેના અવેજ મેળવી લઈ તે સંદંભેના લખાણો કરી આપ્યા હતા. સુનીલ પટેલ મૂળ માલીકોને દસ્તાવેજ બનાવી આપવા વારંવાર કહેવા છતાંયે દસ્તાવેજ બનાવી આપ્યા ન હતા. અને ડુંગરાણી પરિવાર સાથે મળીને લીઝ પેન્ડન્સી સબ રજીસ્ટ્રાર કચેરીએ દાખલ કરી હતી. તથા રેવન્યુ રેકર્ડ ઉપર તમામ હકીકતોની નોધ હોવાની સાથે જમીન વિવાદીત હોવાનું જાણતા હોવા છતાંયે ડુંગરાણી પરિવારના નામે જમીનને નવી શરતમાંથી જુની શરતમાં હેતુફેર કરવા કલેકટર કચેરીમાં ખોટી એફીડેવીટો રજુ કરી હેતુફેરની પરવાનગી મેળવવા બોગસ વેચાણ દસ્તાવેજ બનાવી આપ્યા હતા. પોલીસ સુનીલ પટેલની ફરિયાદ લઈ સાતેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application