ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લામાં ખેર ના લાકડાની ગેરકાયદેસર તસ્કરી વધી ગઈ છે,નર્મદા વન વિભાગ ની અણઆવડત અને ઢીલી નિતિ ને કારણે ખેર ના રક્ષીત વૃક્ષો ની ચોરી કરી જતાં તત્વો ને છુટોદોર મળ્યો છે, ગતરોજ નાંદોદ તાલુકાના અણીદ્રા ગામના ખેતરમાં ખેરના લાકડા સંતાડેલા હોવાની બાતમીના આધારે RFO સોનજીભાઈ તડવીના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર જઈ શોધખોળ કરતા એક એક લાકડું અલગ અલગ જગ્યા એ સંતાડેલું શોધી શોધીને અંદાજે ૧૫ હજારના લાકડા વન વિભાગે જપ્ત કરી આ લાકડા કોના છે??? અને કોને સંતાડયા હતા એ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે જાણવા મળ્યા મુજબ લાકડા શોધવામાં અને વાહતુક કરવામાં વન વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા જાણવા મળી છે. નર્મદા વનવિભાગ ના આળસુ કર્મચારીઓ હંમેશ ની જેમ ઘોડા નાસી છૂટ્યા બાદ તબેલા ને તાળું મારવા દોડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
High light-વન વિભાગની ટિમ ત્યાં પહોંચી ત્યારે ગુનેગારો નાસી છૂટ્યા હતા, અને સ્થળ ઉપર થી મળી આવેલા લાકડાં ના જથ્થા ને સિઝ કરી કાગળીયા કરી વન વિભાગે કામગીરી કર્યા નો આનંદ માણયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application