તાપીમિત્ર ન્યુઝ,સુરત:ચોકબજાર સિંધીવાડમાં નાણાંકીય લેતીદેતીમાં તલવારો ઉછળવાની ઘટનામાં લાલગેટ પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની સામસામી ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ બનાવમાં બે માસ બાદ માથાભારે અન્નુ મીંડીની ધરપકડ કરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની સામેની ગલી ચોકબજાર સિંધીવાડમાં બે માસ અગાઉ ૭ થી ૮ યુવાનો તલવારો સાથે ઘુસી ગયા હતા. યુવાનોએ ત્યાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી અને પછી એક ફાયનાન્સરની ઓફિસમાં તોડફોડ કરી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને એક યુવાને બંદૂકમાંથી ફાયરીંગ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડતા તંગદીલી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા દોડતી થયેલી લાલગેટ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસે સ્થળ ઉપર પહોંચી મામલો થાળે પાડયો હતો અને તોફાનીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કુખ્યાત આરીફ મીંડીના જ સંબંધીઓ વચ્ચે નાણાંકીય લેતીદેતીમાં તોડફોડ કરાઈ હતી. દરમિયાન આ બનાવમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી. જેમની ઓફિસ બહાર તોડફોડ થઇ હતી તે મોહમદ બિલાલ ઉર્ફે હાજી અબ્દુલ રહેમાન પુનાવાલાએ નાનપુરા હબીબશા મહોલ્લામાં રહેતા બિલ્ડર મોહમદ યશા ઉર્ફે મોહમદ હનીફ શેખ, તેના પિતા અને બે ભાઈઓ માઇઝ-તાહાએ કઠોરના મોહસીન હારુનને ઉછીના આપેલા રૃ.૨૦ લાખ બાબતે ઓફિસે આવી યશાએ રિવોલ્વર બતાવી તલાવરથી હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. લાલગેટ પોલીસે આ અંગે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી યશા શેખની ધરપકડ કરી હતી. જયારે સામા પક્ષે યશા શેખે મોહમદ બિલાલ ઉર્ફે હાજી અબ્દુલ રહેમાન પુનાવાલા વિરુદ્ધ તેને તથા તેના પિતાને મારી નાખવાની ધમકી આપી તલવાર મારી ઇજા પહોંચાડી ભાગી છૂટયાની ફરિયાદ નોંધાવતા પોલીસે મોહમદ બિલાલ ઉર્ફે હાજી અબ્દુલ રહેમાન પુનાવાલાની પણ ધરપકડ કરી હતી.દરમિયાન, બે માસ અગાઉની આ ઘટનામાં લાલગેટ પોલીસે ભાગાતળાવ વિસ્તારના માથાભારે મોહમદ હનીફ ઉર્ફે અન્નુ ઉર્ફે મીંડી ગુલામ રસુલ શેખ ની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઇ એ.જી.રાઠોડ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application