તાપીમિત્ર ન્યુઝ,સુરત:રીંગરોડ કોહીનુર માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા એક વેપારી સાથે બેગલુંરૂના એક મહિલા સહિત બે વેપારીઓએ કાપડ દલાલ મારફતે ઉધાર રૂ.૩.૦૭ લાખથી વધુની મત્તાનો કાપડનો માલ ઉધાર ખરીદ્યા બાદ વાયદા પ્રમાણે પૈસા આપવાના બદલામાં જાનથી મારી નાંખવાની ધમકી આપી આજ દિન સુધી પેમેન્ટ ન ચુકવ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઇ છે. સીટીલાઇટ પનસગામના સંગીની રેસીડન્સીમાં રહેતા છીતરમલ નાથુલાલ રાંકા રીંગરોડ કોહીનુર માર્કેટ અને મીલેનિયમ માર્કેટમા કાપડની દુકાન ધરાવે છે. વર્ષ ૨૦૧૬માં બેગલુરૂના એવન્યુ રોડ પર માનવ ટ્રેડીંગ કંપનીના પ્રોપાઇટર લલીતાદેવી અને નરેશભાઇએ એકબીજાની મદદગારીથી ગોડાદરા રાજપેલેસમાં રહેતો જીતુ નામના કાપડ દલાલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ત્રણેય જણાએ છીતમલનની દુકાને ગયા હતા. ત્યાં પોતાની ઓળખ મોટા વેપારી તરીકે આપી મીઠી મીઠી વાતોમાં છીતમલને ફસાવી લીધા હતા. સમયસર પૈસા ચુકવી આપવાની બાંહેધરી આપી છીતમલને વિશ્વાસ અપાવ્યો હતો. ત્યારબાદ તા.૨-૬-૨૦૧૬ થી ૨૦-૯-૨૦૧૯ દરમ્યાન રૂ.૩.૦૭ લાખનો ઉધાર કાપડનો માલ મંગાવ્યો હતો. છીતમલે ટ્રાન્સપોર્ટ મારફતે માલ પહોચાડી દીધો હતો. ત્યારબાદ વાયદા પ્રમાણે વેપારીઓ પૈસા ન આપતા છીતમલે ઉઘરાણી કરી હતી. ત્યારે બંને વેપારીઓએ પેમેન્ટ નહીં ચુકતે થાય જે થાય કરી લે જે અને આજ પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખીશ.તેમ કહી ધાકધમકી આપી હતી. તેમ છતાં છીતમલે ઉઘરાણી માટે મોબાઇલ ફોન પર પણ સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી છીતમલે છેવટે સલાતપુરા પોલીસ મથકમાં ત્રણેય જણા સામે છેતરપીંડીની ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application