તાપીમિત્ર ન્યુઝ,સુરત:આજે ૧૪મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રેમનો દિવસ મનાવી રહ્યા છે. દેશભરમાં ૧૪મી ફ્રેબ્રુઆરીએ લોકો વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતા હોય છે. તેવામાં ભારતમાં પણ લોકો મોટી સંખ્યામાં વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતા હોય છે. આમ, ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવતા જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂએ શહેરની તમામ શાળાને ૧૪મી ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો હતો. જેથી શાળાઓમાં શુક્રવારે માતા-પિતા પૂજનનો કાર્યક્રમ રાખી વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્ર બાદ શુક્રવારે વેલેન્ટાઈન ડે નિમિતે શહેરની શાળાઓમાં માતા-પિતા પૂજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં આવેલી શાળાઓમાં માતા-પિતાનું પૂજન કરી વેલેન્ટાઈનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે હાજર રહ્યા હતા અને ડીઈઓના પરિપત્રને સમર્થન આપ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સમાજની દરેક વ્યક્તિ અને રાષ્ટ્રને પ્રેમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરમિયાન બાળકો, વાલી. શિક્ષકો દ્વારા પુલવામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ હતી. પરિપત્રમાં લખાયું હતું કે, શાળાએ દસ વાલી દંપતીને આમંત્રણ આપવાનું રહેશે. આ સાથે શિક્ષણ સમિતિના સભ્ય, કોર્પોરેટર, શિક્ષણવિદો કે કોઈ સમાજના મુખ્યાને પણ આમંત્રણ આપવાનું રહેશે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માતા-પિતાને તિલક કરી હાર પહેરાવીને પ્રદક્ષિણા કરીને મો મીઠું કરાવીને પૂજન કરવાનું રહેશે. તે સાથે વિદ્યાર્થી અને વાલીઓ સંસ્કૃતિ અને જીવનનું મહત્વ સમજાતું વ્યક્તવ્ય રજૂ કરશે. તે સાથે કાર્યક્રમના ફોટા શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવાના રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે,૧૪મી ફેબ્રુઆરીના દિવસે ઘણા ભારતીય યુવાધન અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ ભૂલાય રહ્યા હોવાનું જણાય આવે છે. જેથી બાળકોને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ સમજતા થાય અને ભગવાન સમાન માતા-પિતાનું મહત્વ સમજે, તેમને આદર આપે, તેમને તરછોડવા કે પછી ઘરડા ઘરમાં મોકલવાની ઘટનાઓમાં ઘટાડો થાય, તેવાં શુભ આશયથી તમામ શાળાઓને પરિપત્ર કરીને માતા-પિતા પૂજન દિવસ મનાવવાનો આદેશ કર્યો હતો.
high light-માતા-પિતાના પૂજનની સાથે પુલવામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અપાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500