Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી ખાતે ગાંધીવંદના નગરયાત્રા અને શાંતિસેના રેલી યોજાઈ

  • February 13, 2020 

તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:જિલ્લાના બારડોલી ખાતે ગાંધી સાર્ધશતાબ્દી વર્ષની ઊજવણી નિમિત્તે આયોજિત ગાંધીવંદના નગરયાત્રા અને શાંતિસેના રેલીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે પ્રસ્થાન કરાવી હતી. રેલીમાં બારડોલી તાલુકાની વિવિધ શાળાના ૧૫૦૦ વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઈ શાંતિ અને સદ્દભાવનો સંદેશ આપ્યો હતો. નગરયાત્રા અવસરે મંત્રીશ્રીઈશ્વરભાઈ પરમારએ જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના નિધન બાદ તેમના અસ્થિ જ્યાં-જ્યાં લઈ જવામાં આવ્યા ત્યાં ત્યાં ગાંધીમેળાઓ યોજવાનું ગાંધી સમર્થકો અને સ્વજનોએ નક્કી કર્યું હતું. તા.૩૦ જાન્યુઆરીએ બાપુનું દેહાંત થયું તેના બાર દિવસ બાદ એટલે કે, ફેબ્રુઆરીની ૧૧ અને ૧૨ તારીખે એક વિશાળ શાંતિસેના રેલી નીકળે એવી લોકચાહના હતી. આ શાંતિસેનાનો વિચાર પ્રથમ મહાત્મા ગાંધીજીએ આપ્યો હતો. જેનો ઉદ્દેશ આવી રેલીથી સમાજમાં શાંતિ સ્થાપવાનો હતો. ખાસ કરીને જો બાળકોમાં નાનપણથી જ શાંતિના વિચારનું બીજ રોપાય તો ભવિષ્યમાં શાંતિનું વટવૃક્ષ ખીલશે. પૂજય વિનોબા ભાવેએ શાંતિસેનાના આ વિચારને વ્યવસ્થિત રૂપ આપીને આપણી સમક્ષ મૂક્યો હતો. તેમણે શાંતિસેના દ્વારા સર્વોદયના વિચારને રજૂ કર્યો હતો. આ વર્ષ આદરણીય વિનોબા ભાવેજીની ૧૨૫મી જન્મજયંતીનું વર્ષ પણ છે. જેથી આપણે સૌ એમનું પણ સ્મરણ કરીએ.વધુમાં તેમણે જણાવ્યું કે, આખી દુનિયા હકીકતમાં તો શાંતિની જ ઝંખના કરે છે. સમાજમાં શાંતિ હોય તો જ આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ સંભવ બને છે. આજના સમયમાં શાંતિ અને અહિંસાની તાતી જરૂરિયાત છે. આ "શાંતિસેના રેલી" નવી પેઢીમાં શાંતિની ભાવના સુદ્રઢ કરવાનું માધ્યમ બનશે તેવી આશા મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.આ પ્રસંગે સ્વરાજ આશ્રમના નિરંજનાબેન ક્લાર્થી, મુકુલ ટ્રસ્ટના પ્રજ્ઞાબેન ક્લાર્થી,ગાંધી મેળાના પ્રમુખશ્રી ડો.અરવિંદભાઇ દેસાઈ,લેખક અને વિચારકશ્રી ભદ્રાયુ વચ્છરાજાની સહિત બારડોલીના નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application