Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેસુમાં મોબાઈલના ચાર્જર માટે વોચમેનની હત્યા પ્રકરણમાં ત્રણ ઝડપાયા

  • February 13, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:વેસુ હાઇટેક એવન્યુ સામે મનીરા ગાર્ડનના કમ્પાઉન્ડમાં રહેતા વોચમેનનું સાથી વોચમેને મોબાઈલના ચાર્જરની ચોરી બાબતે ઝઘડો કરી વાંસના ફટકા અને પ્લાસ્ટીકની પાઇપથી માર મારી કરપીણ હત્યા કર્યા બાદ તેની લાશને ચાદરમાં લપેટી મોટરસાઇકલ પર લઇ જઇ પલસાણા હાઇવે નજીક ભીમરાડા ગામ પાસે ઝાડીમાંથી ફેકીં દીધી હતી તેમજ લાશની ઓળખ છુપાવવા બે સાથી મિત્રો સાથે બીજા દિવસે  લાશના મોઢા અને માથાના ભાગે એસીડ છાંટી સળગાવી નાંખી હતી બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ ગઈકાલે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. વેસુ હાઇટેક એવન્યુ સામે મનીરામા ગાર્ડનના કમ્પાઉન્ડમાં વોચમેનનું કામ કરતા ઉમાકાંત રામરાજ તિવારીનું ચાર્જર ચોરી થયું હોય ગઇ તા.૪-૨-૨૦૨૦ના રોજ ઉમાંકાત અને ત્યાંજ રહેતા હેમસિંગ હરિસિંગ સાથે મોબાઇલ ચાર્જર બાબતે બોલાચાલી થઇ હતી. બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બનતા હેમસિંગે વાંસના ફટકાથી અને પ્લાસ્ટીકના પાઇપથી ઉમાકાંતને માથામાં ગંભીર ઇજા કરી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ મરણ જનારની ઓળખ ન થાય તે માટે લાશનો નિકાલ કરવા આરોપી રાજેશ કુમાર પાલ તથા સંજય મિશ્રા લાશને ચાદરમાં લપેટી સપ્લેન્ડર મોટર સાઇકલ પર વચ્ચે રાખી પલસાણા લઇ ગયા હતા. જ્યાં ખજાદ-ભીમરાડ ગામ નજીક હાઇવેની ડાબી બાજુએ ઝાડીમાં લાશને ફેકી દીધી હતી. હત્યા બાબતે કોઇને ગંધ ન આવી જાય તેવી શંકા બીજા દિવસે લાશના મોઢા  અને માથાના ભાગે એસીડ છાંટી દીધું હતું. બનાવ અંગે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application