તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઉત્તર-પશ્ચિમ રેલવેના અજમેર અને ઉદેપુર મંડળમાં પૈચ ડબલીંગ કાર્ય શરૂ કરવાને લીધે નોન-ઈન્ટરલોકીંગના કામને કારણે પશ્ચિમ રેલવેની વિવિધ ટ્રેનની સેવાને અસર થશે. ૪ જોડી ટ્રેન રદ, ૮ ટ્રેન આંશિક રદ,૪૪ ટ્રેન ડાયવર્ટ,૯ ટ્રેનના સમયમા અડધાથી એક કલાકનો ફેરફાર તથા એક ટ્રેન રિ-શિડયુલ્ડ કરવામાં આવી છે. જેમાં ૧૯મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ-કોલકત્તા એકસપ્રેસ,૨૨ ફેબ્રુઆરીના રોજ કોલકાતા-અમદાવાદ એક્ષપ્રેસ,૨૪મી ફેબ્રુઆરીના રોજ ઓખા-જયપુર એકસપ્રેસ,૨૫મી ફેબ્રુઆરીના રોજ જયપુર-ઓખા એકસપ્રેસ અને તા.૧૫ મી અને ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઉદયપુર દિલ્હી સરાઇ રોહીલા હમસફર એકસપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application