તાપીમિત્ર ન્યુઝ,સુરત:રીંગરોડના ગોલ્ડન પોઈન્ટની યાર્નની પેઢીમાંથી રૂ.૨૦.૪૯ લાખની મત્તાનું યાર્ન ખરીદી તેના પેમેન્ટ પેટે માત્ર રૂ.૩.૫૦ લાખની ચૂકવણી કર્યા બાદ રૂ.૧૬.૯૯ લાખના પેમેન્ટ માટે ધક્કે ચઢાવી રાતોરાત કારખાનું બંધ કરી દેનાર કતારગામના ઠગ વ્યાપારી વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાય છે. રીંગરોડ સ્થિત ગોલ્ડન પોઇન્ટના બીજા માળે ઓફિસ નંબર-૨૧૪ માં ધ રેયોન પ્રાઇવેટ લિમીટેડ કંપનીના મેનેજર અને ઉધના સત્ય નગર સોસાયટીમાં રહેતા ધર્મેશ ઠાકોરદાસ જરીવાલાએ પાંડેસરાના આર્શીવાદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં હરેક્રિષ્ના ટેક્સટાઇલ નામથી કારખાનું ચલાવતા અને કતારગામ લક્ષ્મી સોસાયટીમાં રહેતા સતીષ પ્રાગજી તરપરા વિરૂધ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. એકાદ વર્ષ અગાઉ ધર્મેશનો પરિચય સતીષ સાથે થયો હતો અને સતીષે પોતાની સાથે ધંધો કરશો તો વ્યાપારી ધારાધોરણ મુજબ પેમેન્ટ ચુકવી આપવાનો વાયદો કર્યો હતો. દરમ્યાનમાં શરૂઆતમાં ખરીદેલા યાર્નના જથ્થાનું પેમેન્ટ સમયસર ચુકવી આપ્યું હતું પરંતુ ગત ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાન રૂ.૨૦.૪૯ લાખની મત્તાનો જથ્થો ખરીદયો હતો. જેની સામે માત્ર રૂ.૩.૫૦ લાખનું પેમેન્ટ ચુકવ્યું હતું અને ત્યાર બાદ બાકીના રૂ.૧૬.૯૯ લાખના પેમેન્ટ પેટે જુદી-જુદી બેંકના ચેક આપ્યા હતા પરંતુ આ ચેક રિટર્ન થયા હતા અને પેમેન્ટ ચુકવવા માટે વાયદા પર વાયદા કરી ધક્કે ચઢાવી કારખાનું બંધ કરી દીધું હતું અને મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો હતો. જેથી આ અંગે ધર્મેશ જરીવાલાએ સતીષ વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application