Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેસુ એસએમસી આવાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં પાડોશી યુવકનું દાઝી જતા સારવાર દરમ્યાન મોત

  • February 13, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:વેસુમાં એસએમસી ક્વાર્ટસમાં ૫ ફેબ્રુઆરીના રોજ સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં દંપતી ગંભીર રીતે દાઝી ગયું હતું. ત્રણ બાળકોને બચાવવા ગયેલા અન્ય ૩ યુવકો પણ દાઝી ગયા હતા. તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા પાડોશી યુવક વિનોદનું સારવાર દરમિયાન રાત્રે મોત નિપજ્યું હતું.વેસુ એસએમસી ક્વાર્ટર્સ ખાતે રહેતા પ્રવિણ અખિલદાસ શાહના પત્નીએ ૫ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાણી ગરમ કરવા ચુલો સળગાવતાં ગેસ લીકેજથી સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને ફ્લેશ ફાયર થતા ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. પ્રવિણભાઇ અને ૩૦ વર્ષીય જ્યોત્સનાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. પાડોશમાં રહેતા વિનોદ ગૌસ્વામી,કૈલાસભાઈ ઈસી અને દિનેશભાઇ અખાડે બચાવવા જતા તેઓ પણ દાઝી ગયા હતા. બાળકો સોના,અંશુ અને સોહનનો ચમત્કારિક બચાવ થયો હતો. વેસુ આવાસમાં ૩૨ વર્ષીય વિનોદ બૈજનાથ ગોસ્વામી માતા-પિતા અને બે સંતાનો સાથે રહેતો હતો અને પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પત્નીનીના મૃત્યુ બાદ એક દીકરો અને એક દીકરીની જવાબદારી નિભાવી રહ્યો હતો. પાડોશમાં રહેતા પ્રવિણ શાહના ઘરમાં સળગતા સિલિન્ડરની આગને ઓલવવાના પ્રયાસ સમયે બ્લાસ્ટ થતા ગંભીર રીતે દાઝી ગયો હતો. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા પાડોશી યુવક વિનોદનું સારવાર દરમિયાન રાત્રે મોત નિપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application