તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત એરપોર્ટ પરથી ફરી એકવાર એક યુવક દાણચોરી કરતા ઝડપાયો હતો. શારજાહથી સુરત આવેલા મુંબઈના યુવક પાસેથી સુરત કસ્ટમ વિભાગે બે સોનાની કેપ્સુલ સાથે ઝડપી પાડ્યો હતો. હાલ તો કસ્ટમ વિભાગે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતથી શારજાહ વચ્ચે ઉડતી ફ્લાઇટમાં સોનુ લાવવાની બની રહેલી ઘટનાઓ વચ્ચે બુધવારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શારજાહથી સુરત આવેલી ફ્લાઈટ માંથી ઉતરેલા પ્રવાસીઓની કસ્ટમ વિભાગ દ્વારા નજર રખાઈ રહી હતી. તે વખતે જ એક પ્રવાસીની શંકાસ્પદ હિલચાલ જણાતા તેની તપાસ કરતા સોનાની કેપ્સૂલ મળી આવી હતી. કસ્ટમ વિભાગને મુંબઈના રાજેશ ચાબરીયા નામના યુવક પાસેથી ૮.૫ લાખની કિંમતની ૨૦૦ ગ્રામ સોનાની બે કેપ્સૂલ મળી આવી હતી. કસ્ટમ વિભાગે યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પર રેડ ચેનલ અને ગ્રીન ચેનલ હોય છે. જેમાં રેડ ચેનલમાં લાવેલા સોનાની ડ્યૂટી ભરવાની હોય છે. જ્યારે ગ્રીન ચેનલમાં જે લોકો સોનું ના લાવ્યા હોય તે લોકોને પસાર થવાનું હોય છે. એરોબ્રિજથી એરપોર્ટની બહાર નીકળવા સુધીના રસ્તા પર કસ્ટમ અધિકારીઓ પેસેન્જર પર બારીક નજર રાખી શંકાસ્પદ પેસેન્જરને ફરીથી મેટલ ડિટેક્ટર ડોરમાંથી નીકળવા જણાવવામાં આવે છે. જેમાં જો પેસેન્જર પોતાના શરીરમાં કે શરીરની બહાર કોઇ પણ રીતે સોનાની પેસ્ટ સ્વરૂપે કે હાર્ડ સ્વરૂપે સંતાડ્યું હોય તો શોધી લેવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application