તાપીમિત્ર ન્યુઝ,સુરત:પાંડેસરા-બમરોલી રોડ સ્થિત હરિઓમ સોસાયટી-૨ માં જય ટેક્સટાઇલ નામે કાપડનુ કારખાનુ ચલાવતા રાજુ માધવલાલ પટેલ એ ગત તા.૧૯ નવેમ્બર ૨૦૧૯ના રોજ ગ્રે-કાપડની ડિલીવરીનુ કામ કરતા ટેમ્પો નંબર જીજે-૫-બીવાય-૮૨૯૯ના ચાલક અલથાણ ઉમા સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્ર લક્ષ્મી ચૌહાણને ઉધના બીઆરસી સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમા આવેલા કિરણ ટેક્સટાઇલમા ૭૨ નંગ ગ્રે-કાપડના તાંકા કિંમત રૂ.૧.૧૩ લાખની મત્તાના બે અલગ-અલગ ડિલીવરી ચલણ બનાવીને મોકલાવ્યો હતો. છેલ્લા દોઢ વર્ષથી ગ્રે-કાપડની ડિલીવરીનુ કામ કરતો ધર્મેન્દ્ર તાંકાની ડિલીવરી કર્યાના બીજા દિવસે ડિલીવરી ચલણ આપવા આવતો હતો. પરંતુ રાબેતા મુજબ ધર્મેન્દ્ર ચલણ આપવા પરત આવ્યો ન હતો. જેથી ફોન પર સંર્પક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધર્મેન્દ્રનો ફોન બંધ હતો. જેથી કિરણ ટેક્સટાઇલના માલિક કમલ અગ્રવાલનો સંર્પક કરતા તાંકાની ડિલીવરી હજી સુધી મળી નથી એમ કહેતા રાજુ ધર્મેન્દ્રના ઘરે ગયો હતો. પરંતુ તેનુ ઘર બંધ હતું અને અઠવાડિયા બાદ મોબાઇલ ફોન પર સંર્પક થતા ધર્મેન્દ્રએ પોતે વતનમાં હોવાનુ આજકાલમા આવ્યા બાદ ડિલીવરી કરી ચલણ આપવા આવશે એમ કહ્યુ હતુ. પરંતુ આજ દિન સુધી ધર્મેન્દ્ર પરત નહિ આવતા છેવટે આ અંગે પાંડેસરા પોલીસ મથકમા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application