Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જહાંગીરપુરા જીનીંગ મિલ પાસે સ્નેચરો મોબાઈલ અને ચેઈન આંચકી ફરાર

  • February 12, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:જહાંગીરપુરા-વરિયાવ રોડ પર  રાત્રે વોકીંગમાં નીકળેલો જમીન દલાલ જીનીંગ મીલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્રાટકેલા મોટરસાઇકલ સવાર ચેઇન સ્નેચરો મોબાઇલ ફોન અને સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. જહાંગીરપુરા-વરિયાવ રોડ સ્થિત આશારામ આશ્રમ નજીક સુંદરમ એપાર્ટમેન્ટ રંગરેજ રેસીડેન્સીમાં રહેતા જમીન દલાલ અને બાંધકામ કન્સ્ટ્રકશનનું કામ કરતો ૩૦ વર્ષીય રાજકુમાર મહેશ મીસ્ત્રી ગત રાત્રે ૯ વાગ્યાના અરસામાં જમ્યા બાદ વોકીંગમાં નીકળ્યો હતો.દરમ્યાનમાં જહાંગીરપુરા ત્રણ રસ્તા નજીક જીનીંગ મિલ નજીકથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એક મોટરસાઇકલ પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જે પૈકી મોટરસાઇકલ ચાલકે રાજકુમારના હાથમાંથી વિવો કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂ.૫૦૦૦/-નો આંચકી લીધો હતો અને પાછળ બેસેલા સ્નેચરે ગળામાં પહેરેલી સોનાની ચેઇન ૧૫ ગ્રામ વજનની કિંમત રૂ.૩૦૦૦૦/- ની આંચકીને ભાગી ગયા હતા. ઘટના અંગે રાજકુમારે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application