Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગમાં સ્વાહ બનેલી રઘુવીર ટેક્ષટાઈલ માર્કેટને સીલ કરાયું:માર્કેટની મુખ્ય દરવાજા પર ભયનજક ચેતવણી લગાવાઇ

  • January 25, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત કડોદરા રોડ કુંભારીયા પાસે આવેલ રઘુવીર ટેક્ષટાઈલ માર્કેટ આગમાં સ્વાહ થઈ જતા સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે અને માર્કેટના મુખ્ય દરવાજા પર બેનર મારી બિલ્ડિંગ ભયજનક સ્થિતીમાં હોવાની સાથે કોઈ પણ વ્યકિતને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પુણા કુંભારીયા રોડ ખાતે આવેલ રઘુવીર સિલિયમ ટેક્ષટાઈલ માર્કેટમાં ગયા મંગળવારે મળસ્કે ૩ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને બ્રિગેડ કોલ જાહેર કરાતાં ફાયર બિગ્રેડની ૭૦થી વધુ ગાડીઅો સાથે ૫૦૦થી વધુ કર્મચારીઅો ઘટના સ્થળે દોડી ગયા હતાં. અંદાજિત બે કરોડ લીટર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ફાયરના જવાનોએ અઢી દિવસ સુધી આગને કાબુમાં લેવા માટે ખડેપગે રહી આગને કાબુમાં મેળવ્યો હતો. ફાયરના જવાનો જીવના જાખમે કામગીરી કરી છે. આગમાં માર્કેટ સ્વાહ થઈ ગઈ હતી. પંદર દિવસમાં બીજીવાર આગ લાગી હતી. સુડા ચેરમેન બંછાનિધી પાનીએ માર્કેટની બીયુસી રદ કરવાની સાથે સીલ મારવાની જેતે સમયે જ જણાવ્યા બાદ સુડા દ્વારા શુક્રવારે રઘુવીર સિલિયમ ટેક્ષટાઈલ માર્કેટને સીલ મારી દીધી છે અને માર્કેટના મુખ્ય દરવાજા પર ગંભીર ચેતવણીનું બેનર મારી દીધુ છે. જેમાં જણાવ્યું છે કે આ બિલ્ડિંગ ભયજનક સ્થિતીમાં હોવાથી તેમજ બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે જેથી કોઈપણ વ્યકિતએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેથી કોઈ પણ વ્યકિતએ પ્રવેશ કરવો નહી અન્યથા કાયદેસરના પગલા લેવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application