Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Bharuch:જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કૉસમડી ગામે રાત્રી સભા યોજાઈ

  • January 23, 2020 

હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:ભરૂચ જિલ્લાના કોસમડી ખાતે તા.૨૨/૦૧/૨૦૨૦ નાં રોજ કોસમડી ગામની ગ્રામ પંચાયતના હોલમાં ભરૂચ કલેક્ટરશ્રીની હાજરીમાં લોકો સાથે રાત્રી સભા નું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાના કલેકટર શ્રી તેમજ અંકલેશ્વરના મામલતદાર, નાયબ મામલતદાર, ટીડીઓ, તલાટી, સરપંચ તેમજ ગ્રામજનોએ આ રાત્રી સભામાં હાજરી આપી હતી. આ રાત્રી સભામાં હાજર ગ્રામજનો વચ્ચે કોસમડી ગામના વતની મહેશભાઈ પંચાલે ગ્રામજનો વતી સવાલ ઉઠાવ્યો હતો કે કોસમડી ગામ થી બાકરોલ ગામ તરફ જવાનો માર્ગ ખુબજ ખસતા હાલ ખરાબ હાલતમાં છે જેથી લોકોને અવર-જવર માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે જે માટે જલ્દીથી આ રોડનું કામ ચાલુ કરવામાં આવે તેમ કહ્યું હતું. ત્યારબાદ હાજર જનતાએ બીજો સવાલ ખુબ જ ભાર પૂર્વક ગંભીરતા સાથે એ પણ ઉઠાવ્યો હતો કે કોસમડી ગામની નજીક આવેલી જીઆઇડીસીની કંપનીઓમાંથી રાત્રિના સમયે જે ઝેરી ગેસ ખૂબ જ બેદરકારી પૂર્વક છોડવામાં આવે છે જેને કારણે લોકોની તબિયત ઉપર ખૂબ જ ખરાબ અસરો ઊભી થાય છે તેમજ આ નિર્દોષ જનતા આ ઝેરી ગેસના કારણે કેન્સર જેવી ગંભીર અને ઘાટક બીમારીઓનો શિકાર પણ બને છે તેમજ આ ઝેરી ગેસ બાબતે ફરિયાદ માટે જીપીસીબીની ઓફિસ એ ફોન કરીએ છીએ તો કોઈ પણ અધિકારી ફોન પર ઉઠાવતા નથી અને સરખો જવાબ પણ આપતા નથી એવાં આક્ષેપો કર્યા હતા તેમજ આ ઝેરી ગેસ જે છોડવામાં આવે છે તેને ચોક્કસ થી બંધ કરવામાં આવે એવી ધારદાર રજૂઆત કરી હતી જે બાબતે લોકોમાં ભારે નારાજગી તેમજ ઉગ્ર રોષ પણ જોવા મળ્યો હતો. જે બાબતે કલેકટરશ્રી એ રૂબરૂમાં જ જીપીસીબીના હાજર અધિકારીને આ બાબતે ગંભીરતાપૂર્વક ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે લોકોને મુંઝવતા પ્રશ્નો ઉપર ચોક્કસથી ધ્યાને લેવામાં આવે અને હાજર જનતાને એમ પણ જણાવ્યું હતું કે જો તમને કોઈ તકલીફ હોય તો રાત્રિના બે વાગ્યે પણ મને ફોન કરજો હું ચોક્કસથી તમારી મદદ કરવાની પૂરી કોશિશ કરીશ આ સાંભળીને હાજર લોકોમાં ભારે ખૂશીની લહેર ફેલાઇ ગઇ હતી. બાદમાં ગ્રામજનોએ એક સવાલ એવો પણ ઉઠાવ્યો હતો કે કોસમડીથી અંકલેશ્વર તરફ જતાં માર્ગ ઉપર વાલિયા રોડની નજીક જે શનિવારી ભરાય છે તેના કારણે ભારે ટ્રાફિક ની સમસ્યાઓ સર્જાય છે તેમજ આ શનિવારી માં ખરીદી કરવા આવતા લોકોના ઘણીવાર મોબાઈલ પર્સ જેવી કીંમતી વસ્તુઓની ચોરીઓના બનાવો પણ બનતા હોય છે જે કારણસર આ સ્થળે જે શનિવારી ભરાય છે તેને ચોક્કસ થી બંધ કરવામાં આવે એવી ધારદાર રજૂઆત કરી હતી. આવી રીતે લોકોના સવાલોને કલેકટરશ્રીએ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીને ચોક્કસથી નિરાકરણ લાવવાની વાત કહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application