Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રીના હસ્તે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં વસતા હળપતિ સમાજના લાભાર્થીઓ તથા ગંગાસ્વરૂપ સહાય યોજનાના મંજુરીપત્રો મળી કુલ રૂા.૬૦.૮૩ કરોડની સહાય એનાયત થશે..

  • January 15, 2020 

તાપીમિત્ર ન્યુઝસૂરતઃમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૧૬/૦૧/૨૦૨૦ના રોજ સવારે ૧૦.૩૦ વાગે સુરત જિલ્લાના મહુવા તાલુકાની ઉકા તરસાડીયા યુનિ.ના માલીબા કેમ્પસ ખાતે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વસતા હળપતિ જાતિના લોકોના આર્થિક ઉત્કર્ષ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માટે મંજુર થયેલા છ પાયાની સુવિધાઓ જેમાં આવાસ, રસ્તા, આજીવિકા, વિજળી, પીવાના પાણીની સુવિધાઓ, શિક્ષણ તેમજ જિલ્લાની ગંગાસ્વરૂપ બહેનોને વિધવા સહાયના મંજુરીપત્રોનું વિતરણ એનાયત થશે.આદિજાતિ વિકાસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ સમારોહમાં હળપતિઓ માટે આવાસના ૨૫૧૩ લાભાર્થીઓને રૂા.૩૦૧૫ લાખના મંજુરીપત્રો, ૩૫૫ રસ્તાઓ માટે રૂા.૧૭૮૭ લાખ, આજીવિકા માટે ૨૧૩૮ લાભાર્થીઓને રૂા.૩૨૨.૯૪ લાખ, પાણી સુવિધા માટેના ૧૯ સ્થળોએ ૭૪.૭૦ લાખ તેમજ જિલ્લાની ૩૨૯૬ જેટલી ગંગાસ્વરૂપ બહેનોને ૬૮૨ લાખના મંજુરીપત્રો મળી રૂા.૬૦૮૩ લાખની સહાય એનાયત થશે.સમારોહમાં વન અને આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર, મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, વિધાનસભાના નાયબ દંડક શ્રી આર. સી. પટેલ, સાંસદ સર્વશ્રી પ્રભુભાઈ વસાવા, દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ,  સહિત મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ, જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.   High light-મુખ્યમંત્રીશ્રીનો સુરત જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમઃમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ તા.૧૬/૦૧/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨.૦૦ વાગે સુરત જિલ્લાના મહુવા તાલુકાના તરસાડી ગામની ઉકા-તરસાડીયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ ખાતે આયોજીત યોજનાકીય સહાય વિતરણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે ૧.૩૦ વાગે હેલીપેડ પરથી ગાંધીનગર જવા રવાના થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application