Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાંસદ સી.આર.પાટીલના હસ્તે સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્રને સાંકળી લેતા પુસ્તક પરબનો પ્રારંભ

  • January 13, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતિના પ્રસંગ નિમિતે સાંસદ સી.આર.પાટીલ દ્વારા સુરત સહિત નવસારી જિલ્લાના અલગ - અલગ રેલવે સ્ટેશનો પર ‘પુસ્તક પરબ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આઠથી વધુ રેલવે સ્ટેશનો પર મુસાફરોને આ ‘પુસ્તક પરબ’ના માધ્યમથી સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર આધારિત પુસ્તકો નિઃશુલ્ક વાંચવાનો લ્હાવો મળશે.સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર આયોજીત ‘પુસ્તક પરબ’ કાર્યક્રમ અંતર્ગત સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષ્યમાં દેશના નાગરિકો સ્વામી વિવેકાનંદજી સંદર્ભે મહત્તમ જ્ઞાન મેળવે તે આશય સાથે સુરત, ઉધના, ભેસ્તાન, સચીન, મરોલી, નવસારી, અમલસાડ અને બિલીમોરા સહિતના રેલવે સ્ટેશનો પર પુસ્તક પરબના નામે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર સાંસદ સી.આર.પાટીલ જ્યારે નવસારી - બિલીમોરા રેલવે સ્ટેશન પર ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. જેમાં મુસાફરો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર આધારિત પુસ્તકો તેમના અનુકુળ સમયે વાંચીને પરત પુસ્તક પરબ પર પરત કરવાની રહેશે. આ પ્રયાસનો એક માત્ર ઉદ્દેશ્ય મહત્તમ નાગરિકો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર અને તેમના સામર્થ્યથી રૂબરૂ થાય એટલો માત્ર છે. સુરત સહિતના રેલવે સ્ટેશનો પર શરૂ કરવામાં આવેલા પ્રત્યેક પુસ્તક પરબમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર પર આધારિત 100થી વધુ પુસ્તક - પુસ્તિકાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન એન.આર.યુ.સી.સી. સભ્ય શ્રી છોટુભાઈ પાટીલ, ધારાસભ્ય શ્રીમતિ સંગીતાબેન પાટીલ, સુરત શહેર ભાજપ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિદલ, ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ અને ઝોન કમિટી સભ્ય શ્રી પરેશભાઈ પટેલ, ઝોનલ કમિટી સભ્ય શ્રી અનુરાગભાઈ કોઠારી સહિત કોર્પોરેટર શ્રીમતિ મગનાદેવી શુક્લા, શ્રીમતિ રોહિણીબેન પાટીલ, શ્રી સોમનાથ મરાઠે, શ્રી સુરેશભાઈ કણસાગરા, ડો. શ્રી વાનખેડે, શ્રી અમિત સિંહ રાજપૂત, સુરત રેલવે સ્ટેશનના ડાયરેક્ટર શ્રી ગરુડા, ઉધના સ્ટેશનના સ્ટેશન મેનેજર શ્રી કદમ સહિત સુરત ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર શ્રી દિનેશ પુરોહિત, શ્રી પિયુષભાઈ દેસાઈ, યુવા મોર્ચાના શ્રી પ્રકાશભાઈ ખેરનાર, મહિલા મોર્ચા મહામંત્રી શ્રીમતિ માયાબેન બારડ, ઉપપ્રમુખ ભાવનાબેન શાહ, શ્રી દિનાનાથ મહાજન, શ્રી દિપક પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application