તાપીમિત્ર ન્યુઝ,સુરત : હોસ્પિટલોમાં દર્દીઓ માટે રક્તની અછતને ધ્યાનમાં રાખી સુરત ફાઈનાન્સ એસોસિએશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોથી જાન્યુઆરી નારોજ રીંગ રોડ પર આવેલ અજંતા સોપિંગ સેન્ટરમાં મેટાપાયે રક્તદાન શિબિર યોજાયો હતો. સુરત રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટરના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં 501 લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. મહત્વની વાત તો એ હતી કે,રક્તદાન શિબિરમાં હિંદુ જૈન,મુસ્લીમ બિરાદરો,ક્રિશ્ચન,પારસી સમાજના લોકોની ભાગીદારી રહી હતી.
સુરત ફાઈનાન્સ એસોસિએશનના એડવાયઝરી કમિટીના લલિત ચૌધરીના જણાવ્યા અનુસાર સવારના સમયે યોજાયેલ રક્તદાન શિબિર ની શરુઆત ગણપતી વંદના અને રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. રક્તદાન શિબિરમાં યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં 501 લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. શિબિરમાં હિંદુ જૈન,મુસ્લીમ બિરાદરો,ક્રિશ્ચન,પારસી સમાજના લોકોની ભાગીદારી રહી હતી.સાંજના સાત વાગ્યા સુધી 501 યુનિટ રક્ત સંગ્રહ કરવામાં આવ્યું હતું. શિબિરમાં રક્તદાન હેતુ 600 થી વધુ લોકોએ પોતાના નામો રજીસ્ટર કરાવ્યા હતા. યોજાયેલા શિબિરમાં મહિલાઓ અને યુવતીઓએ પણ 42 યુનિટ જેટલું રક્તનું દાન કર્યું હતું જે સરાહનીય બાબત કહી શકાય.તેમજ નેત્ર શિબિરમાં પ્રીઝમા આઈ કેયર હોસ્પિટલના સહયોગથી 297 જેટલા લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ રકતદાતાઓ અને સુરત રક્તદાન કેન્દ્ર તેમજ રીસર્ચ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટ નરેન્દ્રભાઈ વસવડા સહિત અન્ય મહેમાનોનું સમ્માન કરવામાં આવ્યું હતું. સુરત ફાઈનાન્સ એસોસિએશન દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં એસોસીએશનના અધ્યક્ષ સુનીલકુમાર જૈન,ઉપાધ્યક્ષ અનીલભાઈ કાંકરિયા,કોષાધ્યક્ષ અનીલભાઈ મહેતા,એડવાયઝરી કમિટીના લલિત ચૌધરી,ઉત્સવ સમિતિના સભ્ય રાજેન્દ્રમલ પીંચા સહિતના આગેવાનોએ અને મહાનુભવોનું વિશેષ યોગદાન રહ્યું હતું.
high light-શિબિરમાં મહિલાઓ અને યુવતીઓએ પણ 42 યુનિટ જેટલું રક્તનું દાન કર્યું હતું જે સરાહનીય બાબત કહી શકાય.
high light-મહત્વની વાત તો એ હતી કે,રક્તદાન શિબિરમાં હિંદુ જૈન,મુસ્લીમ બિરાદરો,ક્રિશ્ચન,પારસી સમાજના લોકોની ભાગીદારી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500