Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat:આંગડિયા પેઢીનો કર્મચારી રોકડા રૂ.૧૭.૪૧ લાખ લઈને ફરાર

  • January 03, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:મહિધરપુરાના હરિપુરા ખાતેના ભવાનીવડ પાસે આવેલ બાબુલાલ કાંતિલાલ આંગડિયા પેઢીનો કર્મચારી રૂ.૧૭.૪૧ લાખ લઈને નાસી છૂટ્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. મુળ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના પલાસરા ગામના વતની હાલ રાંદેર અમીધારા વાડીને સામે  જશવંતીનગરમાં રહેતા ­હલાદભાઈ મગનભાઇ પટેલ મહિધરપુરાના હરિપુરા ખાતેના ભવાનીવડ ધોબીશેરીમાં બાબુલાલ કાંતિલાલના  આંગડિયા પેઢી ચલાવે છે. આ પેઢીમાં પાટણ જિલ્લાના ઇલમપુરમાં રહેતો અર્જુન ધનાજી ઠાકોર નામનો યુવક ડિલેવરી મેન તરીકે નોકરી કરતો હતો. પેઢીમાં કામ કરતો નોકર અર્જુન રાબેતા મુજબ ૨૪મી ડિસેમ્બરના રોજ સુરત હેડ ઓફિસથી નવસારી જવા નિકળ્યો હતો. ત્યારબાદ નવસારીની ઓફિસથી સુરતની અલગ-અલગ  પાર્ટીના અને પેઢીના રૂ.૧૭.૪૧ લાખ લીધા બાદ સુરત ખાતેના ભવાનીવડની ઓફિસમાં જમા કરાવવા માટે નિકળ્યો હતો. પરંતુ તે સમયસર ન પહોચતા  ­હલાદભાઈએ તેનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેનો ફોન બંધ આવ્યો હતો. થોડો દિવસ રાહ જોયા બાદ તે ન આવતા  છેવટે સંદર્ભે હલાદભાઈએ નોકર અર્જુન સામેની મહિધરપુરા પોલીસ મથકમાં ઠગાઇની ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application