Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat:દોઢ વર્ષથી કિન્નર સમાજમાં ભળેલા વ્યંઢળે ફાંસો ખાધો:આપઘાતનું કારણ અકબંધ

  • January 03, 2020 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:દોઢેક વર્ષથી કિન્નર સમાજમાં ભળી ગયેલો વેસુ એસએમસી આવાસમાં રહેતા વ્યંઢળે ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બુધવારની સાંજે ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં કિન્નર મળી આવ્યો હતો. આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેસુ એસએમસી આવાસમાં રહેતા ૧૮ વર્ષીય કલ્પેશ ઉર્ફે કલ્પના બાય દોલતભાઈ પરમારે બુધવારની સાંજે ઘરેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. માતા મંજુબેનએ જણાવ્યું હતું કે, ૪ સંતાન માંથી કલ્પેશ બીજા નંબરનો દીકરો હતો. કલ્પેશે ધોરણ ૯ સુધીનો અભ્યાસ કર્યો હતો. દોઢેક વર્ષ થી કિન્નર સમાજમાં ચાલ્યો ગયો હતો. દર રવિવારે ઘરે માતાને મળવા આવતો હતો. બુધવારે ભાઈની દીકરીને કપડાં અપાવવા આવ્યો હતો. મોટો ભાઈ ઘરમાં ઊંઘી રહયા હતા. ત્યારે કલ્પેશ ઉર્ફે કલ્પનાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘરકામ કરતાં માતાની સાથે કલ્પેશના આપઘાતથી આખો કિન્નર સમાજ શોક માં આવી ગયો હતો. દોઢ વર્ષમાં કલ્પેશ ઉર્ફે કલ્પના ૪- ૫ વાર કિન્નર સમાજ સાથે પંજાબ, નડિયાદ ગંગાપુર, રાજપીપળા સુધી સંમેલનમાં ગયો હતો. ખુશ રહેતા કલ્પેશના આપઘાતનું કારણ અકબંધ રહેતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application