તાપીમિત્ર ન્યુઝ,સુરત:દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો ગગડ્યો છે. ગુરૂવારે વહેલી સવારથી હવામાં ભેજનું પ્રમાણ વધારે નોંધાયું હતું. સાથે જ સમગ્ર શહેરમાં ભારે ધુમ્મસ ઉતરી આવ્યું હતુ. શહેર પર ધુમ્મસની ચાદર છવાઈ હોય તેમ હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો. ખુશનૂમા વાતાવરણનો નજારો અમૂક લોકોએ મનભરીને માણ્યો હતો તો વાહનચાલકોને ધુમ્મસના કારણે અસર પહોંચી હતી. વાહનોની લાઈટો ચાલુ રાખીને નીકળવાની ફરજ પડી હતી. રાજ્યના દક્ષિણ ભાગમાં સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતુ. સુરત શહેરમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ હતી. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. લો વિઝિબિલિટીને કારણે વાહન વ્યવહાર ધીમો થઇ ગયો હતો. જ્યારે લો વિઝિબિલિટીના કારણે ટ્રેનની સ્પીડ પણ ધીમી કરવામાં આવી હતી. ઠંડી અને ધુમ્મસને પગલે સ્કુલવાહનો, રોજગારી માટે જતા લોકો અને હાઇવે પર લોકોને વાહન ચલાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. વાહન ચાલકોને દૂરનું જોવામાં ગાઢ ધુમ્મસ બાધારૂપ બનતા લોકો પણ સાવચેતીથી વાહનો ચલાવાતા જોવા મળ્યા હતા. ગાઢ ધુમ્મસથી લો વિઝિબિલિટીના કારણે એર વ્યવહારને પણ અસર પહોંચી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application