તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતના મેસર્સ બ્લુમૂન ટેક્સટાઇલ મેસેજ ક્લાસિક ઇન્ડસ્ટ્રીઝ અને મેસર્સ એફ એસ ટેક્સટાઇલ એમ ત્રણ પેઢીઓના નામે ૨૦ જેટલી બોગસ પેઢી દ્વારા અંદાજે ૬૦૦ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા મેસર્સ બ્લુ મૂન ટેક્સટાઇલના સંચાલક ગુલામ સલીમ ગોંડલની વડોદરા તથા સુરતની ટીમે ધરપકડ કરી છે. વડોદરા તથા સુરત સી.જી.એસ.ટી.ની ટીમને મળેલી બાતમીના આધારે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી ઉપરોક્ત ત્રણ પેઢીઓના સંચાલક ગુલામ સલીમ ગોડીલના ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અંદાજે ૨૦ જેટલી બોગસ પેઢીઓના નામે માલ સપ્લાય કર્યા વગર ઇન્વોઇસ બીલો મેળવી ટેક્ષ ક્રેડીટ ક્લેઈમ કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ છે. સલીમ ગોડીલે માર્કેટ માંથી બોગસ પેઢીઓના ઈન્વોઈસના આધારે માર્કેટ માંથી હલકી કક્ષાનો ગુણવત્તાનો માલની ઉચી કિંમત દર્શાવી એક્સપોર્ટ કરી અંદાજે ૨૦ કરોડની ઈમ્પોર્ટ ટેક્સ ક્રેડિટ વિભાગ માંથી વસૂલ કરી હોવાની વિગતો ખુલવા પામી છે. સીએસટીની પ્રારંભિક તપાસમાં શકદાર ગુલામ ગોડીલ દ્વારા ૨૦ જેટલી બોગસ પેઢીઓના પાસેથી ઇન્વોઇસ મેળવી અંદાજે ૬૦૦ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યુ છે. જેથી સીએસટીની ટીમે સલીમ ગોડીલની ધરપકડ કરી છે. અને શકદારને કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ રિમાન્ડ માગવામાં આવે તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application