તાપીમિત્ર ન્યુઝ,સુરત:કાર્ગો ટર્મિનલ તૈયાર હોવા છતાં પણ અનેક વાંધાવચકા તથા નિરીક્ષણના બહાને ચાલું નહિ થઈ શકેલુ કાર્ગો ટર્મિનલ શરૂ થવા આડેના બધા અંતરાયો દૂર થયાં છે. કાર્ગો ટર્મિનલનું નિરીક્ષણ ગઈ તા.૨૧મીના રોજ પૂરું થતાં, નજીકના ભવિષ્યમાં કાર્ગો ટર્મિનલ શરૂ થઈ શકશે. કાર્ગો ટર્મિનલ ચાલું થતાં કૃષિ ઉદ્યોગ, ટેક્ષ્ટાઈલ અને ડાયમંડના વેપારીઓને નિકાસ કામકાજોમાં ખૂબ જ ફાયદો થશે.વળી, આને લીધે બીજી એરલાઇન્સ કંપનીઓ પણ આકર્ષિત થશે. જોકે, કાર્ગો ટર્મિનલને લીધે નવાં સેક્ટરના દ્વાર પણ ખુલશે. કાર્ગો ટર્મિનલનું બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના અધિકારીઓએ ગઇ તા.૨૧ ડિસેમ્બરના રોજ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. હવે તેની એપ્રુવલ મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ટુંક સમયમાં જ હવે સંબંધિત અધિકારી અને કર્મચારીઓની નિમણુંક કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application