તાપીમિત્ર ન્યુઝ,સુરત:ભાટપોર ગામમાં તાપી નદીના કિનારે ચાલતા નિતીનના જુગારધામ અને રામનગરના પાકિસ્તાન મહોલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૧૨ જુગારીઓને ઝડપી પાડી કુલ રૂ.૪.૨૧ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. તાપી નદીના કિનારે ચાલતા જુગારધામ પર ત્રાટકતા સાતથી આઠ જુગારીઓ ખુલ્લા મેદાનમાં ભાગી જતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભાટપોર ગામ હોટલ ડેવિલાની પાછળના ભાગે તાપી નદીના કિનારે ધમધમતા નિતીન નામના યુવાનના જુગારધામ પર ઇચ્છાપોર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસ ત્રાટકતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને જુગારધામ ચલાવનાર નિતીન સહિત સાતથી આઠ જુગારીઓ ભાગી ગયા હતા. નાસ્તાની લારી ચલાવતો ધર્મેશભાઈ મનહરભાઈ ભંડારી , ભાવેશ તુલસીરામ ઉત્તેકર , કેતન ગણપતભાઈ શિંદે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ત્રણ જુગારીની ધરપકડ કરી હતી અને નિતીન સહિત સાતથી આઠ જુગારીને વોન્ટેડ જાહેર કરવાની સાથે રોકડ મત્તા, ૩ નંગ મોબાઇલ ફોન અને ૮ મોટરસાઇકલ મળી કુલ રૂ. ૪.૦૫ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે પીસીબીએ રાંદેર રોડ રામનગર સ્થિત પાકિસ્તાન મહોલ્લામાં ઘર નં.૫૦૧ ના ધાબા પર ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી બબલુ ભીગુરાશન ભારતી, આસીફખાન મજીદખાન પઠાણ, બિરબલ રમેશસિંહ રાજપુત, હેમંત જર્નાદન પાગાર, સુરેન્દ્રસીંગ ઉર્ફે સલમાન અવધેશસીંગ રાજપુત, કુમાર રાજેન્દ્ર પ્રધાન, પ્રશાંત ઉર્ફે જાડીયા ગંધ્યા બ્હેરા, રાજેન્દ્રકુમાર ઉર્ફે લંબુ ગોરેલાલ ગુપ્તા, રીન્કુ બતન રાયને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગજડતીના મળી કુલ રૂ. ૧૬ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500