તાપીમિત્ર ન્યુઝ,સુરત:રિંગરોડ ખાતે આવેલી એચટીસી માર્કેટના વેપારી પાસેથી એક એજન્સીના દલાલે ઉધાર માલ ખરીદ્યા બાદ પૈસા ચુકવવાનો વારો આવ્યો ત્યારે વેપારીને ધાક ધમકી આપી રૂ.૧૮.૩૦ લાખ ન ચુકવ્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ છે. સિટીલાઈટના વાસ્તુપુજા એપાર્ટમેન્ટમાં લલિત ગોપાલચંદ્ર અગ્રવાલ આંજણા ફાર્મ આવેલ એચટીસી માર્કેટમાં ગોમુર ફેબ્રિકેશન પ્રાઇવેટ લીમીટેડ નામની કાપડની પેઢી ધરાવે છે. સહારા દરવાજા સુંદરમ એપાર્ટમેન્ટમાં તુલસી એજન્સી નામથી ધંધો કરતા અને વરાછાના ત્રિકમનગર ખાતે આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતો સંતોષ દેવીલાલ જૈન નામનો ચીટર ૨૫ ડિસેમ્બરના રોજ લલિતભાઈની દુકાને આવ્યો હતો અને તેઓને સમયસર પૈસા આપવાની બાંહેધરી આપી તેમની પાસેથી ઉધારીમાં ૧૮.૩૦ લાખની કિંમતનો કાપડનો જથ્થો ખરીદ્યો હતો. જોકે આ ચીટરે સમયસર પૈસા આપવાની વાત કરવા છતાં પણ પૈસા ન ચૂકવતા લલીતભાઇએ ઉઘરાણી કરી હતી. પરંતુ ખોટા વાયદાઓ કરી લલીત જૈને સમય પસાર કર્યો હતો. છેવટે લલીતભાઇની ઉઘરાણીથી કંટાળી સંતોષે તેમને હવે પછી પૈસા માટે ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે લલિતભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application