તાપીમિત્ર ન્યુઝ,સુરત:રીંગરોડ ખાતે આવેલી મિલેનિયમ-૨ માર્કેટમાં ટેમ્પોમાં સવાર યુવકનું માથું માર્કેટમાં ભારે વાહનોને પ્રવેશતા અટકાવવા માટે લગાડવામાં આવેલી લોંખડની ગર્ડર સાથે ભટકાતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ટેમ્પો ડ્રાઈવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેડરોડ ખાતે રહેતા રાજેશ સાહેબરાવ ચૌહાણ ટેમ્પોમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. બુધવારે તેઓ ટેમ્પોમાં મજૂરી કામ માટે ગયા હતા. તેઓ રિંગરોડની મિલેનિયમ-૨ માર્કેટમાં પસાર થતા હતા. ત્યારે મોટા વાહનોને પ્રવેશતા અટકાવવા માટે માર્કેટમાં લગાડવામાં આવેલી લોખંડની ગર્ડર નીચેથી ટેમ્પો ચાલકે ટેમ્પો પુરઝડપે પસાર કર્યો હતો. જેમાં ટેમ્પોમાં પાછળ સવાર રાજેશભાઈ બેધ્યાન હોવાથી તેમનું માથું ગર્ડર સાથે ધડાકા ભેર ભટકાયું હતું અને તેઓ બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application