Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીનમાં ભારે વરસાદને કારણે થયેલ ભૂસ્ખલનમાં એક મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 18 લોકો દટાયા

  • July 29, 2024 

ચીનનાં હેંગયાંગ શહેરના યુએલીન ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં એક મકાન ધરાશાયી થયું. જેમાં એક જ પરિવારના 18 લોકો દટાયા હતા. જેમાંથી 12 લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સ્થળે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, ગેમી વાવાઝોડાને કારણે ચીનના ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમમાં ભારે વરસાદ થયો હતો. આ દરમિયાન હેંગયાંગ શહેરના યુએલીન ગામમાં પૂરના કારણે ભૂસ્ખલન થયું હતું. જેમાં એક ઘર ધરાશાયી થયું હતો અને 18 લોકો દટાયા હતા. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી 12 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા.


જ્યારે 6 ઈજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 250 જવાનો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલા છે. હવામાન વિભાગના અનુસાર હજુ પણ ઘણાં શહેરોમાં ભારે વરસાદની સંભાવના છે. ગેમી વાવાઝોડાએ તાજેતરમાં તાઈવાનમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાના કારણે તાઈવાનમાં આઠ લોકોના મોત થયા હતા અને અનેક ઈજાગ્રસ્ત થયા છે. કોહસિઉંગ વિસ્તારમાં 259 લોકો વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. ત્યારબાદ તાઈનાનમાં 125 અને તાઈચુંગમાં 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાવાઝોડાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. વાવાઝોડાની અસરને કારણે તાઈવાનના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application