Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અગત્યનું કામ છે તેમ કહી મિત્ર કાર લઇ ગયા બાદ રફુચક્કર:છેતરપીંડીની ફરીયાદ નોધાઇ

  • December 06, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:જહાંગીરપુરામાં રહેતા એક કાપડ વેપારીના પુત્ર પાસેથી મિત્ર ફોર વ્હીલ કાર કામ અર્થે લઇ ગયો હતો.તે દરમ્યાન મિત્રના મિત્રએ તેની પાસેથી અગત્યનું કામ છે કહીને કાર લઇ ગયા બાદ આજદીન સુધી પરત ન આપતા પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોધાઇ છે. મહારાષ્ટ્ર જલગાંવ જીલ્લાના મહાબલ ગામના વતની અને હાલ જહાંગીરપુરા નક્ષત્ર નેબ્યુલામાં રહેતા જયેશભાઇ ભગવાનભાઇ કુકરેજા કોલેજમાં અભ્યાસ કરે છે.હાલ વિદેશ જવા માટેની તૈયારી કરી રહ્યા છે.તેમના પિતા ભગવાનભાઇ ચૌટાપુલમાં લેડીઝ ગારમેન્ટની દુકાન ધરાવે છે.તેમની સાથે હાલ મદદમાં જયેશભાઇ ઉભા રહે છે. એક મહિના પહેલાં જયેશભાઇના મિત્ર હિરેનભાઇએ તેમની પાસેથી કામ અર્થે જીજે-૧૫-સીજી-૫૭૪૭ નંબરની સ્વીફટ ડિઝાયર કાર લીધી હતી. ત્યારબાદ હિરેનભાઇ અને જયેશભાઇને સંયુકત મિત્ર અને કાપોદ્રા તિરૂપતિ નગરમાં રહેતા પિયુષ અરવિંદ દેસાઇને પણ કારની જરૂરીયાત ઉભી થઇ હતી. જેથી જયેશભાઇની કાર હિરેનભાઇ પાસે અગત્યનું કામ છે કહીને માંગી હતી. હિરેનભાઇએ પરવટ ગામ ચાર રસ્તા પાસે પિયુષને કાર આપી દીધી હતી. પરંતુ એક મહિના પછી પણ પિયુષ દેસાઇ કાર પરત ન આપી જતાં જયેશભાઇએ તે અંગે અનેકવાર ફોન પર સંપર્ક કર્યો હતો. પરંતુ પોતાની કાર પરત ન આવતા પોતાની સાથે વિશ્વાસઘાત થયા હોવાનું ભાન થતાં જયેશભાઇએ પુણા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application