તાપીમિત્ર ન્યુઝ,સુરત:રીંગરોડ ટ્રેડ સેન્ટરમાં કાપડ દલાલીની એજન્સી ધરાવતા પિતા-પુત્રએ રીંગરોડ માર્કેટના વેપારી પાસેથી રૂ.૪૪.૪૯ લાખ માલ ઉધાર ખરીદ્યા બાદ મુંબઇના વેપારી પણ રૂ.૧૬ લાખનો માલ ઉધાર અપાવ્યા બાદ રાતોરાત દુકાન બંધ કરી લાખો રૂપિયાની ઉઠમણું કરી ભાગી છુટ્યા હતા.ઉધના ઝાંસી ની રાણી ગાર્ડન પાસે આવેલી પોસ્ટલ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ નેમિચંદ કાવડીયા રીંગરોડ મિલેનીયમ માર્કેટમાં મિલ્ટન ફેશન નામથી કાપડની દુકાન ધરાવે છે. દોઢ વર્ષ પહેલાં રીંગરોડ ટ્રેડ સેન્ટરમાં પ્રતિક ક્રિએશનના માલિક પ્રતિક બિપીનકુમાર સારડા અને લોહાટી એજન્સીના માલિક બિપીનકુમાર ઘનશ્યામદાસ સારડાએ એક બીજાની મદદગારીથી મનિષભાઇનો સંપર્ક કર્યો હતો. પોતે મોટા દલાલ હોવાનું કહી પોતાની પાસે મોટી મોટી પાર્ટીઓ હોવાનું કહી ૩૦ દિવસમાં પૈસા મળી જશે તેવી બાંહેધરી આપી બંને પિતા-પુત્રએ તા.૨૮-૬-૨૦૧૮ થી ૧૪- ૯-૨૦૧૮ દરમ્યાન રૂ.૪૪.૪૯ લાખનો કાપડનો માલ ઉધાર ખરીદ્યો હતો.ત્યારબાદ મુંબઇ કાલબાદેવી રોડ જુના હનુમાન ગલીની પાસે ડબલીવાલા બિલ્ડીંગમાં ચામુંડા ક્રિએશનના માલિક રતનભાઇને પણ રૂ.૧૬ લાખથી વધુની મત્તાનો માલ અપાવ્યો હતો.ત્યારબાદ સમયસર પૈસા ન આવતા મનિષભાઇએ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી.પરંતુ પિતા-પુત્ર અને મુંબઇના વેપારીએ ખોટા વાયદાઓ કરી પૈસા ચુકવ્યા ન હતા.રાતોરાત દુકાન અને મોબાઇલ ફોન બંધ કરી રૂ.૫૩.૭૨ લાખનું ઉઠમણું કરી ભાગી છુટ્યા હતા.આ બનાવ સંદર્ભે મનિષભાઇએ છેવટે સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application