તાપીમિત્ર ન્યુઝ,સુરત:ડિંડોલી ઓમનગરમાં આવેલા એક બંધ મકાનમાં ૨૦ દિવસ પહેલાં તસ્કરો ત્રાટકયા હતા. મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યા બાદ તસ્કરો રૂ.૮૩ હજારની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા.ડિંડોલી ખરવાસા રોડ ઓમનગર શેરી નં-૧ માં રહેતા ભગવાનભાઇ કોશિકભાઇ જગતાપ રત્ન કલાકાર તરીકે નોકરી કરતા હતા.હાલ નિવૃત જીવન ગુજારે છે. તા.૧૮મી નવેમ્બરના રોજ વડોદરામાં રહેતી પુત્રીના દિકરીના લગ્ન હોવાથી ભગવાનભાઇ અને તેમનો પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. તે દરમ્યાન તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા.મકાનનો નકુચો તોડી તસ્કરો અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કબાટમાંથી રોકડા રૂ.૨૦ હજાર , મંગળસુત્ર , સોનાની વીંટી , ચાંદીના કડા વગેરે મળી કુલ રૂ.૮૩ હજારની ચોરી કરી ભાગી છુટ્યા હતા. લગન્ના બીજા દિવસે જગતાપ પરિવાર પરત ઘરે આવ્યા બાદ ચોરી અંગેની જાણ થઇ હતી. આ બનાવ સંદર્ભે ભગવાનભાઇએ ડિંડોલી પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application