તાપીમિત્ર ન્યુઝ,સુરત:ઇચ્છાપોર ગામ આર.જે.ડી. સ્થિત ખાતે આવેલી એક કંપનીના કંપાઉન્ડમાં મધરાત્રે ચડ્ડી-બનિયાન ધારી ગેગ ત્રાટકી હતી. ઓફીસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યા બાદ ડ્રોવરમાં મુકેલા રોકડા રૂ.૨.૪૪ લાખ અને સોનાની વીંટી મળી કુલ રૂ.૨.૫૯ લાખની ચોરી કરી ચડ્ડી-બનિયાનધારી ગેંગ ભાગી છુટી હતી.કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પાંચ તસ્કરોના ફુટેજા કેદ થયા હતા.ભાવનગર જીલ્લાના થડીયા ગામના વતની અને હાલ અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે વિશાલનગર સોસાયટીમાં રહેતા મિતુલભાઇ જયેશકુમાર શાહ ઇચ્છાપોર ગામ આર.જે.ડી. સ્થિત શ્રી અરીહંત પ્રોડકટ નામની કંપની ધરાવે છે. તા.૪થી ડિસેમ્બરના રોજ મધરાત્રિના સમયે ચડ્ડી-બનિયાનધારી ગેગ મિતુલભાઇની કંપનીમાં ત્રાટકી હતી. કંપાઉન્ડમાં પ્રવેશ કરી ઓફીસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઓફીસના ટેબલના ખાનામાં મુકેલા રોકડા રૂ.૨.૪૪ લાખ અને રૂ.૧૫ હજારની સોનાની વીંટી મળી કુલ રૂ.૨.૫૯ લાખની ચોરી કરી નાસી છુટ્યા હતા. આ ઉપરાંત તસ્કરો આખું કોડેટ લોકર પણ લઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે બીજા દિવસે મિતુલભાઇ કંપનીમાં આવ્યા બાદ ચોરી અંગેની જાણ થતાં ઇચ્છાપોર પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ડોગ સ્કવોર્ડ સાથે દોડી આવી આજુબાજુ તપાસ કર્યા બાદ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચડ્ડી-બનિયાનધારી ગેગના પાંચ સાગરીતો મોઢે કપડું બાંધેલી હાલતમાં ફુટેજા મળી આવ્યા હતા.આ બનાવ સંદર્ભે મિતુલભાઇએ ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application