તાપીમિત્ર ન્યુઝ,સુરત:પાલનપુર ગામ કેનાલ રોડ સ્થિત કર્મુપુજા એપાર્ટમેન્ટમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટકયા હતા. એક શિક્ષીકાના મકાનમાંથી રૂ.૪.૯૨ લાખની મત્તા ચોરી કરી તસ્કરો ભાગી છુટ્યા હતા.પાલનપુર ગામ કેનાલ રોડ ઓમકાર રેસીડેન્સીની સામે કર્મપુજા એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશભાઇ નવીનચંદ્ર ટેલર ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલા છે. તેમની પત્ની નિમીતાબેન રીંગરોડ સિવીલ ચાર રસ્તા ખાતે આવેલી કડીવાલા સ્કુલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. તા.૪થી ડિસેમ્બરના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં નિમીતાબેન પોતાની નોકરીએ ગયા હતા. અને ઘરમાં હાજર નિલેશભાઇ પોતાના પુત્રને લેવા રાંદેરની પ્રેસીડેન્સી સ્કુલમાં ગયા હતા. તે દરમ્યાન તેમના બંધ મકાનને તસ્કરોએ ટારગેય કર્યુ હતુ. ત્યારબાદ મકાનના દરવાજાને મારેલુ તાળુ તોડી નાંખી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ડ્રોવરનું લોક તોડી અંદર મુકેલા સાડા ત્રેવીસ તોલા સોનાના દાગીના , એક કિલો ચાંદીના ઘરેણાં અને રોકડા રૂ.૨ હજાર મળી કુલ રૂ.૪.૯૨ લાખની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. બીજી બાજુ નિલેશભાઇ પોતાના પુત્રને સ્કુલેથી લઇ ઘરે આવ્યા બાદ ચોરી અંગેની જાણ થઇ હતી. તાત્કાલ પોતાની પત્નીનો સંપર્ક કરી ઘરે બોલાવી હતી. ત્યારબાદ અડાજણ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કર્યા બાદ નિલેશભાઇની ફરીયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application