નવી દિલ્હી:સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને બળાત્કારની વધી રહેલી ઘટનાઓ અંગે વાત કરતા પત્રકારોને જણાવ્યું કે,મનમાં એટલો ગુસ્સો છે કે હું તમને પકડીને ના મારી દઉં.આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશની ઘટનાઓ અંગે જણાવીશ તો તમે ચોંકી જશો,સંસદ પરિસરમાં જયા બચ્ચને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે બળાત્કારની ઘટનાઓ અંગે ગૃહમાં વાત નથી કરી શકતા. આ શું થઇ રહ્યું છે. જો અમે આકરા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તો જણાવવામાં આવે છે કે તમારે આવી વાત ના કરવી જોઇએ. આ તો મારી ફલિંગ છે. હવે મને એવું લાગે છે કે ક્યાંક ગુસ્સામાં હું તમને પકડીને ના મારી દઉં.ઉત્તર પ્રદેશ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ક્યાં સુરક્ષા છે? કોઇની સુરક્ષા નથી. જો હું તમને ઉત્તર પ્રદેશની ઘટનાઓ અંગે જણાવીશ તો તમે ચોંકી જશો. જયા બચ્ચને અગાઉ સંસદમાં જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત નથી જ્યારે હું આવા કોઇ મુદ્દા પર બોલી રહી છું. નિર્ભયા, કઠુઆ... વગેરે કેસમાં પણ ચર્ચા થઇ. બળાત્કારના દોષિઓ સાથે કોઇપણ પ્રકારનું કુણું વલણ રાખવું જોઇએ નહીં. તેમને કડક સજા થવી જોઇએ અને તેમની વિરુદ્ધ જાહેરમાં કાર્યવાહી થવી જોઇએ.આવું કામ કરનારા લોકોને ટોળાના હવાલે કરી દેવા જોઇએ..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application