ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત રાજ્ય માંથી ફરજિયાત હેલમેટ પહેરવાનો નિયમ હટાવી લેવાયો છે. હેલમેટ સંદર્ભે લોકોના આકરા વલણને કારણે આખરે રાજ્ય સરકારને ઝૂંકવું પડ્યું છે. કૃષિ મંત્રી આર.સી ફળદુએ આ વિશેની માહિતી આપતા કહ્યું કે, મહાનગરપાલિકા અને શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નહિ રહે. હેલમેટ મરજિયાત કરવાનો કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે. નગરપાલિકા-મહાનગરપાલીકા સહિતના વિસ્તારોની બહાર હેલ્મેટ ફરજિયાત કરાયો છે. ત્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર હેલમેટ હવેથી ફરજિયાત નહિ હોય. રાજ્ય ધોરીમાર્ગો, પંચાયતના ધોરી માર્ગો ઉપર હેલ્મેટ ફરજિયાત રાખ્યું છે. લોકોને સામાજિક કાર્યોમાં હેલમેટ પહેરવાની અગવડતા આવી રહેતી હતી. જેની અનેક ફરિયાદો સરકાર સામે આવી રહી હતી. જેને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય લીધો છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application