તાપીમિત્ર ન્યુઝ,સુરત:વરાછામાં સાંજે નો પાર્કીંગમાં પાર્ક વાહનોને ટો કરીને જતી ક્રેનનો એક બાઇક સવારે મિત્ર સાથે પીછે કર્યો હતો. તે ક્રેન પર પત્થર માર્યો કર્યા બાદ પાઇપથી ક્રેનના કર્મી પર હુમલો કરતા માહોલ ગરમાયો હતો. ક્રેઇન પર કામ કરતા એક કર્મીને ગંભીર ઇજા પહોચતા પોલીસ દોડી આવી હતી.કડોદરા જજોલવા ગામ સ્થિત આરાધના લેક ટાઉનશીપમાં રહેતો નરેશ રાજુ રાજપુત ટ્રાફીક ક્રેઇન પર મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નરેશ વરાછા વિસ્તારમાં ટ્રાફીક બ્રાંચની વાહનો ટો કરતી ક્રેઇન પર ફરજ બજાવે છે.નરેશ વરાછામા ક્રેન નંબર બે પર નોકરી પર હતો. ક્રેન પર હેડ કોન્સ્ટેબલ પિયુષ ગમાર ઇન્ચાર્જ હતા. વરાછા ઉમીયા ધામથી ફુલ માર્કેટ જતા રસ્તા પરથી નરેશ અને બીજા ક્રેન કર્મીઓએ ચાર બાઈક ટો કરી હતી. તેઓ વાહનો લઈને ગીતાંજલી સિનેમા પાસે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક યુવક અને તેના મિત્રએ ક્રેનનો પીછો કર્યો હતો. તેઓએ કહ્યું કે જીજે - ૫ - ડીએમ - ૩૩૫૭ નંબરની બાઇક તેમની છે. તેમ છતાં ક્રેઇન ચાલકે ગાડી ઉભી ન રાખતા વાહન ચાલકે ક્રેન પર પથ્થર માર્યો હતો. ત્યારબાદ બાઇક ચાલકે નરેશનો પગ પકડી ચાલુ ક્રેઇનમાંથી નીચે ફેકી દેતા તે પટકાયો હતો. નરેશને ગંભીર ઇજા પહોચ્યા બાદ પણ વાહન ચાલકે પાઇપના ફટકા વડે માથા અને શરીર પર હુમલો કરી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરાતા વરાછા પોલીસની ટીમ દોડી આવી હતી. ઇજાગ્રસ્ત નરેશને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ઇજાગ્રસ્ત નરેશની ફરીયાદના આધારે વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application