તાપીમિત્ર ન્યુઝ,સુરત:નવસારી બજારમાં સુરત મહાનગર પાલિકા દ્વારા લાયબ્રેરી બનાવવા માટે ચાર જેટલા વૃક્ષો કાપવાની નોબત આવી છે. જેને લઇને સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષોને બચાવવા રસ્તા પર ઉતરી પડ્યા છે. વૃક્ષો બચાવવા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. લાયબ્રેરી અન્ય જગ્યા પર બનાવવી જજોઇએ તેવી માંગ કરી હતી.નવસારી બજારમાં લાઈબ્રેરી બનાવવા માટે પાલિકા દ્વારા નિર્યણ લેવાયો છે. લાઈબ્રેરી બનાવવા માટે ચાર જેટલા વૃક્ષો અડચણરૂપ બનતા હોવાના કારણે તેને કાપવા હેતુ પાલિકાએ કાર્યવાહી કરતા સ્થાનિક રહિશોની સાથે સાથે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. વૃક્ષોને બચાવવા માટે પર્યાવરણ પ્રેમીઓ અને રહીશોએ વિરોધ કર્યો છે. નવસારી બજાર વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું હતુ કે,પાલિકામાં અણઘડ વહિવટ ચાલતો હોય તેમ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે આ વિસ્તારમાં ત્રણ જેટલી લાઈબ્રેરી છે છતાં વૃક્ષોના ભોગે વધુ એક લાઈબ્રેરી બનાવવા જઈ રહ્યાં છે. આસપાસમાં ત્રણ શાળાઓ સાવ ખાલી છે ત્યાં લાઈબ્રેરી બનાવવી જોઈએ અને વૃક્ષો છે ત્યાં ગાર્ડન બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે. સાથે જ પર્યાવરણ બચાવવા પણ વિરોધ કરી રહ્યાનું સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application