તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતના નાની વેડ-ડભોલી રોડ પર મનપાની ગટરમાં સફાઇ કરવા ઉતરેલા બે યુવકના મોત થયા હતા,આ પ્રકરણમાં પોલીસે મનપાના સફાઇના કોન્ટ્રાકટર વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. રવિવારે સાંજના સુમારે નાની વેડના ડભોલી રોડ પર આવેલ નીચલુ ફળિયા પાસેની મનપાની ગટરમાં કિશોરભાઇ વાવડ અને વિજય નામના બે વ્યકિતઓને સફાઇ માટે ઉતારવામાં આવ્યા હતા.બંને વ્યકિતઓ ગટરમાં સાફ સફાઇ કરતી વખતે અચાનક ગેસ ગુંગળામણથી અંદર બેભાન થઇ ગયા હતા. દરમ્યાન ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગટરની કુંડીમાં બેભાન પડેલા બંને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે તેઓને સારવાર મળે તે પહેલાં જ ગેસ ગુંગળામણના કારણે તેઓના મોત નિપજયા હતા. બનાવ સંદર્ભે બચુભાઇ ડામોરની ફરીયાદના આધારે ચોકબજાર પોલીસે કોન્ટ્રાકટર બાબુ ડોબરીયા વિરૂધ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application