Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રજા પર વધુ એક બોજ:ટેલીકોમ કંપનીઓના દેવાનો બોજ હવે સીધો મોબાઇલ ફોન ગ્રાહકો પર પડવાનો:ટેરીફ પ્લાન મોંઘા થવાના

  • November 29, 2019 

નવી દિલ્હી : આર્થિક મંદીના આ કાળમાં હવે પ્રજા પર વધુ એક બોજ આવી રહ્યો છે. આર્થિક મુશ્કેલીઓ ભોગવી રહેલી  ટેલીકોમ કંપનીઓના દેવાનો બોજ હવે સીધો મોબાઇલ ફોન ગ્રાહકો પર પડવાનો છે. મોબાઇલ ફોન વાપરનારાઓ માટે ૧ ડીસેમ્બરથી કોલ ઉપરાંત ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું મોઘું થઇ જશે એટલે કે ટેરીફ પ્લાન મોંઘા થવાના છે. ભારતી અરટેલ અને વોડાફોન આઇડીયા ૧ ડીસેમ્બર ર૦૧૯ થી પોતાના ટેરીફ પ્લાનમાં વધારો કરવા જઇ રહી છે. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ની ભારે ભરખમ બાકી રકમ ચુકવવા માટે બન્ને કંપનીઓ આવુ કરવા બાબતે વિચારી રહી છે. જો કે બન્ને કંપનીઓને હજુ ચોખવટ નથી કરી કે તે ટેરીફ કેટલી વધારશે ઇકોનોમિકસ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર આ કંપનીઓ પોતાના ટેરીફમાં ૩પ ટકા સુધીનો વધારો કરી શકે છે. મોબાઇલ કંપની ભારતી એરટેલનું કહેવુ છે કે ટેલીફોન સેકટરમાં નવી નવી ટેકનીક લગાડવા માટે વધારે રોકાણની જરૂર છે. એટલા માટે ટેરીફ વધારવમાં આવશે સુત્રો અનુસાર એરટેલના ૧૦૦ રૂપિયાનું રિચાર્જ ૧૩પ રૂપિયા સુધી મોઘું થઇ જશે એવી પણ આશા વ્યકત કરાઇ રહી છે કે રિચાર્જની કિંમત નહી વધારાય પણ કેટલીક સર્વિસો (વોઇસ કોલ, મેસેજ, ડેટા) ઘટાડી દેવાય જો કે આખુ ચિત્ર એક બે દિવસમાં સ્પષ્ટ થઇ જશે. બીજી તરફ નાણાકીય સંકટ ભોગવી રહેલી વોડાફોન આઇડીયા લીમીટેડ કહ્યું કે,તે ટેરીફમાં વધારો કરશે જે એક ડીસેમ્બરથી અમલી બનશે ટેલિકોમ ક્ષેત્રની બન્ને મોટી કંપનીઓ તરફથી જાહેરાત થયા પછી દિગ્ગજ ટેલિકોમ કંપની જીઓએ પણ ટેરીફમાં વધારાની જાહેરાત કરી હતી. ટેલિકોમ સેકટરના નિષ્ણાતોનૂં કહેવું છે કે,૧૪ વર્ષ જુના એજીઆર કેસમાં સુપ્રિમના ચુકાદા પછી ટેલિકોમ કંપનીઓ પર દેવાનો બોજ વધી ગયો છે. સૂપ્રિમ કોર્ટે એજીઆર કેસમાં મોબાઇલ કંપનીઓ વિરૂદ્ધ ચુકાદો આપ્યો હતો. જેમાં કંપનીઓએ સરકારને ભારે રકમ ચુકવવી પડશે એટલે કંપનીઓ ટેરીફ વધારીને તે ખાડો પુરવા માગે છે જો કંપનીઓ ટેરીફમાં ૧૦ ટકાનો વધારો કરે તો તેનાથી તેને આગામી ત્રણ વર્ષના ૩પ હજાર કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થાય તેવી આશાઓ જણાવાઇ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application